લંપટ શિક્ષકનું શરમજનક નિવેદન : મને વિદ્યાર્થીની સાથે પ્રેમ થઈ ગયો હતો

0
16

વડોદરા,તા.૭
પોતાની સગીર વિદ્યાર્થિનીને જ હવસનો શિકાર બનાવનાર વડોદરાના લંપટ શિક્ષક વિનુ કટારિયાએ પોલીસની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા કર્યા છે. બેશરમની હદ વટાવી દેનાર શિક્ષકે પોલીસને પૂછપરછ દરમિયાન કહ્યું હતું કે, મારા ક્લાસમાં આવતી વિદ્યાર્થિની સાથે મને પ્રેમ થઈ ગયો હતો. સાથે તેણે એવી પણ કબૂલાત કરી હતી કે તે વિદ્યાર્થિનીને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસે આ કેસમાં આરોપી શિક્ષક વિનુ કટારિયાને સાથે રાખીને સોમવારે તેના ઘર, ક્લાસિસ તેમજ જે જે જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જઈને પંચનામું કર્યું હતું. શિક્ષકના જણાવ્યા પ્રમાણે પીડિત વિદ્યાર્થિની ઓગસ્ટ ૨૦૧૭થી તેના ક્લાસમાં આવતી હતી. આ દરમિયાન તેની સાથે તેને પ્રેમ થઈ ગયો હતો.
આરોપી શિક્ષક ટ્યુટશન ક્લાસિસ ચલાવવા ઉપરાંત શહેરની એલેમ્બિક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. બળાત્કારની ઘટના સામે આવ્યા બાદ સ્કૂલના તંત્રએ તેને સસ્પેન્ડ કરી દીધો છે. એટલું જ નહીં તેની સામે ખાતાકિય તપાસના પણ આદેશ કરાયા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY