ત્રણ તલાક સંશોધનને કેબિનેટની મંજુરી, ફક્ત મેજીસ્ટ્રેટ આપી શકશે જામીન

0
101

ન્યુ દિલ્હી,તા.૯
ત્રિપલ તલાક બિલમાં કેટલાંક સંશોધનને ગુરૂવારનાં રોજ કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જા કે આ ગુનો બિન-જામીનગીરી રહેશે પરંતુ જા મેજિસ્ટ્રેટ ઇચ્છે તો ગુનેગારને જામીન આપી શકે છે. ગુરૂવારનાં રોજ કેન્દ્રીય કેબિનટેની બેઠકમાં ત્રિપલ તલાક અને લગ્ન હલાલા સંબંધી મુસ્લિમ મહિલા બિલ, ૨૦૧૭માં કેટલાંક સંશોધનને મંજૂરી આપી દેવામાં આવી છે.
સંશોધન અનુસાર, હવે પીડિતાનાં સંબંધી કે જેનો તેની સાથે ખૂનનો સંબંધ છે તે પણ હવે હ્લૈંઇ દાખલ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં આ બિલને પાસ કરવામાં આવ્યું હતું કે જેમાં ત્રિપલ તલાકને ગુનો માનવામાં આવે છે.
આ બિલનાં અનુસાર, એક સાથે ત્રિપલ તલાકનો સહારો લેનારા લોકોને ત્રણ વર્ષ સુધીની સજા ભોગવવી પડશે. મુસ્લિમ પક્ષની એવી માંગ છે કે એક વારમાં તલાક આપનારા લોકોને ત્રણ વર્ષની સજાને ઘટાડી દેવામાં આવે.
જ્યાં કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, વામ દળો સહિત અનેક પાર્ટીઓ આ બિલની વિરૂદ્ધ એકજૂટ છે ત્યાં બીજી બાજુ સરકારે આને લૈંગિક ન્યાય, સમાનતા અને મહિલાઓની ગરિમાનો મુદ્દો બતાવતા વિરોધની પરવાહ ન કરવાને લઇ બે ટૂક સંદેશ પહેલા જ આપી ચૂકેલ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY