કાબૂલમાં આતંકીઓએ એક ભારતીય સહિત ત્રણ વિદેશીઓની અપહરણ બાદ હત્યા કરી

0
65

કાબૂલ,તા.૨
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકવાદીઓએ એક ભારતીય નાગરિકનું અપહરણ કરીને હત્યા કરી છે.
સુરક્ષા અધિકારીઓ અને ડિપ્લોમેટ્‌સ પ્રમાણે આતંકીઓએ ત્રણ વિદેશી નાગરિકોનું અપહરણ કર્યું હતું અને ત્રણેયની હત્યા કરવામાં આવી.
આ ત્રણેય નાગરિકો એક ફૂડ કંપનીમાં કામ કરતા હતા. એક સિનિયર ડિપ્લોમેટ્‌સે જણાવ્યું કે, ત્રણેય દુનિયાની બીજી સૌથી મોટી ફૂડ અને કેટરિંગ કંપની સોડેક્સોમાં કામ કરતા હતા.
કાબૂલ પોલીસના પ્રવક્તા હાશમત સ્ટેનકેજાઇ સમાચાર એજન્સીને જણાવ્યું કે, એક ભારતીય, એક મલેશીયન અને એક મૈસેડોનિયાના નાગરિકનું અપહરણ કરી લેવામાં આવ્યું અને બાદમાં તેમની હત્યા કરી દેવામાં આવી. અમને તેમનો મૃતદેહ મળ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY