કડોદરામાં રસ્તો પસાર થતા યુવકને ચપ્પુના ઘા ઝીંકી દેવાયા ઈજાગ્રસ્ત યુવક સુરત સિવિલમાં દાખલ

0
6

સુરત, તા.૧૨
કડોદરા સત્યમનગર પાસે એક યુવક પર ચાકુ વડે હુમલો કરી ભરત મિશ્રા નામનો ઈસમ ફરાર થઈ ગયો હતો. જુના ઝઘડાની અદાવત રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કડોદરા-ચલથાણ સંજીવની હોસ્પિટલ પાસે બબુવાલ સાંકેત રહે છે. ગતરોજ કડોદરા સત્યમનગર ખાતે બબુવાલ સાકેત પસાર થઈ રહ્ના હતો. ત્યારે તેના મામાના છોકરા મોતીલાલ સાથે થયેલા અગાઉના ઝઘડાની અદાવત રાખી ભરત મિશ્રા નામના ઈસમે તેની મોટર સાયકલ ઉભી રખાવી ચાકુ વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બબુવાલ સાકેતને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY