કડોદરામાં મામા-ભાણેજ ઉપર ત્રણ યુવકોએ ઝઘડાની અદાવતે ચાકુ વડે હુમલો કરી શરીરે ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયા

0
5

કડોદરા, તા.૧૨
કડોદરામાં મામા-ભાણેજ ઉપર ત્રણ યુવકોએ ઝઘડાની અદાવતે ચાકુ વડે હુમલો કરી શરીરે ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયા હતા. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચલથાણ સંજીવની હોસ્પિટલ તિરૂપતિ બિલ્ડિંગ ચોથા માળે રૂમ નં. ૪૦૬માં રહેતા બબુવાલાલ સાથે મામાનો છોકરો મોતીલાલ કડોદરા સત્યમ નગરથી નહેરવાળા રોડ ઉપરથી પસાર થતા હતા. દરમિયાન ભરત મિશ્રાએ બે મિત્રો સાથે મળી જૂના ઝઘડાની અદાવતંમાં મોતીલાલને નાલાયક ગાળો આપી હાથમાંના ચાકુ વડે ડાબા પગે જાંઘ ઉપર ઈજા પહોંચાડી તેમજ માથાના ભાગે લાકડાના સપાટા મારીંને ઢીકાપાટુનો માર મારી શરીરે ગંભીર ઘાયલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે બબુવાલાલે ત્રણ યુવકો વિરુદ્ધ કડોદરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ધારા ધોરણ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY