નવી દિલ્હી,તા. ૧૨
કેન્દ્રિય પ્રધાન અનંત કુમારનુ આજે અવસાન થયુ હતુ. આની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હજુ સુધીના સાઢા ચાર વર્ષના શાસનકાળમાં પોતાના પ્રધાનમંડળના ત્રીજા સાથીને ગુમાવી દીધા છે. ૫૯ વર્ષીય અનંત કુમાર છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી ગ્રસ્ત હતા. દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકમાં ભાજપને મજબુત કરવામાં તેમની ચાવીરૂપ ભૂમિકા હતી. વાજપેયી સરકારમાં પણ તેઓ મંત્રી તરીકે હતા. એ વખતે સૌથી યુવા કેબિનેટ પ્રધાન તરીકે અનંત કુમાર રહ્યા હતા. કેબિનેટ પ્રધાન તરીકે અનંત કુમારે એ વખતે પણ શાનદાર સેવા આપી હતી. અનંત કુમાર પહેલા મોદી સરકારના અન્ય બે પ્રધાનોના એકાએક નિધન થયા હતા. અત્રે નોંધનીય છે કે ભાજપના શકિત શાળી નેતા ગોપીનાથ મુન્ડેનુ ત્રીજી જુન ૨૦૧૪ના દિવસે એક માર્ગ અકસ્માતમાં નિધન થયુ હતુ. તેઓ મોદી સરકારમાં ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ પ્રધાન તરીકે હતા. એકાએક નિધનના કારણે તેઓ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં સૌથી ઓછા સમય સુધી કેન્દ્રિય પ્રધાન તરીકે રહ્યા હતા. ગયા વર્ષે મે મહિનામાં અનિલ માધવ દવેનુ પણ એકાએક અવસાન થયુ હતુ. તેઓ મોદી સરકારમાં પર્યાવરણ પ્રધાન તરીકે હતા. દવેની ઓળખ પર્યાવરણ માટે લડનાર યોદ્ધા તરીકેની હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમના અવસાન અંગે દુખ વ્યક્ત કર્યુ છે. રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે અનંત કુમારના નિધન અંગે સાંભળીને દુખ થયુ છે. તેમનુ અવસાન કર્ણાટકના લોકોને આઘાત સમાન છે. મોદીએ કહ્યુ છે કે તેમના સાથી અનંત કુમારના નિધન અંગે સાંભળીને દુખ થયુ છે. તેઓ શાનદાર નેતા હતા. યુવા તરીકે રાજનીતિમાં પ્રવેશ કર્યા બાદ અત્યંત પરિશ્રમ અને કરૂણાની સાથે લોકોની સેવામાં લાગેલા હતા. ભગવાન તેમની કમીને સહન કરવાની શકિત પરિવારને આપે તેવી તેમની પ્રાર્થના છે. મોદીએ કહ્યુ હતુ કે તેમના પત્નિ તેજસ્વિની સાથે વાત થઇ છે. અનંતકુમારના અવસાન બાદ જુદા જુદા નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. સંરક્ષણમંત્રી નિર્મલા સીતારામને કહ્યું છે કે, અનંતકુમારના સંદર્ભમાં સાંભળીને ખુબ આઘાત લાગ્યો છે. લાંબા સમય સુધી તેઓ ભાજપને મજબૂત કરવામાં લાગેલા હતા. બેંગ્લોરમાં તેમની સેવા ક્યારેય ભુલાશે નહીં.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



