મુંબઈ,તા.૧
આગેવાન અભિનેત્રી રાની મુખર્જી ચોપરા દેશના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ સેલ્યુટમાં હીરોઇન તરીકે પસંદ થશે એવી અફવા બોલિવૂડમાં ફરી રહી હતી.
અગાઉ આ ફિલ્મ આમિર ખાન કરવાનો હતો. પરંતુ ઠગ્સ આૅફ હિન્દુસ્તાનના શૂટિંગ સાથે સેલ્યુટની તારીખો ક્લેશ થતી હોવાથી એણે ફિલ્મ છોડી દીધી હતી અને એના સ્થાને શાહરુખ ખાન આવ્યો હતો. આમિર સાથે પ્રિયંકા ચોપરા ચમકશે એવી વાત ત્યારે થતી હતી. પરંતુ શાહરુખ આવતાં પ્રિયંકાનું નામ હટી ગયું હતું કારણ કે પ્રિયંકા અને શાહરુખ વચ્ચે અણબનાવ છે. ત્યારબાદ કરીના કપૂર ખાન અને ભૂમિ પેડણેકરનાં નામ પણ બોલાયાં હતાં. જા કે કશું નક્કર નક્કી થયું નહોતું.
હવે એવી વાત વહેતી થઇ છે કે આ રોલ માટે રાનીને પસંદ કરવામાં આવશે. અગાઉ પણ રાની શાહરુખ સાથે કામ કરી ચૂકી છે. એ બંનેની છેલ્લી ફિલ્મ યશ રાજની વીરઝારા હતી જેમાં રાનીએ પાકિસ્તાની જેલમાં પૂરાયેલા ભારતીય આર્મીમેન વતી કોર્ટમાં લડતા વકીલનો રોલ કર્યો હતો.
જા કે આ અફવાને હજુ સ્પષ્ટ રદિયો કે સમર્થન મળ્યું નથી. નિર્માતા આદિત્ય રોય કપૂરે એવી જાહેરાત કરી હતી કે અમે ટૂંક સમયમાં ફ્લોર પર જઇ રહ્યા છીએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



