કુલ્લુ,તા.૧૬
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરુવારના રોજ એક મોટી ઘટના બની હતી, જ્યાં એક બસ પલટી ગઇ હતી, જેમાં ઘણા લોકોને ઇજા થઇ હતી. રિપોર્ટ મુજબ કુલ્લુ જિલ્લાના બંજર વિસ્તારના નગની ગામ પાસે એક બસ પલટી ગઇ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના ૪૫ કાર્યકર્તાઓ સવાર હતા.
કુલ્લુના એડીશનલ એસપી રાજકુમાર ચંદેલે જણાવ્યું હતું કે, દુર્ઘટના બંજર વિસ્તારના નગની ગામમાં ઘટી હતી. આ બસમાં ભારતીય જનતા પાર્ટીના ૪૫ કાર્યકર્તા સવરા હતા, જેમાંથી ૭ કાર્યકર્તા ઇજાગ્રસ્ત થયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાની નહોતી. બસ પલટી કઇ રીતે તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



