કાલુપુર રેલવે સ્ટેશને ૧પ મિનિટમાં પા‹કગ એરિયા છોડી દેવો પડશે..!!

0
22

અમદાવાદ,
તા.૧૧/૪/૨૦૧૮

જા આજથી તમે કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં ૧પ મિનિટથી વધુ વાહન ઊભું રાખશો તો પાર્કિંગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. રેલવે વિભાગ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની બહાર સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવી નવી પા‹કગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

રેલવે સ્ટેશન પર દરરોજ આવતાં ૧૦,૦૦૦થી વધુ વાહનો માટે એરપોર્ટની જેમ નવી પા‹કગ સુવિધા શરૂ કરવામાં આવી છે. જા હવે તમે સ્ટેશન પર કોઈને મૂકવા આવો છો તો તમારે ૧પ મિનિટમાં પા‹કગ એરિયા છોડી દેવો પડશે. ૧પ મિનિટ પછી ટુ વ્હીલર ચાલકોએ ૧૫ મિનિટના ૧૫ રૂપિયા, જ્યારે ફોર વ્હીલર ચાલકોએ ૩પ રૂપિયા અને રિક્ષાચાલકોએ ૧૦ મિનિટના ૧૦ રૂપિયા પા‹કગ ફી ચૂકવવાની રહેશે.

પ્લેટફોર્મ નજીકની પ્રીમિયમ પા‹કગ ફેસિલિટી માટે પ્રતિ ચાર કલાકનો ચાર્જ રૂ.૧૦૦ રહેશે. લાંબા સમય સુધી પાર્ક કરી રખાતાં વાહનોની સમસ્યા દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેશનના સક્ર્યુલેટિંગ એરિયામાં સીસીટીવી સાથે સેન્સરયુક્ત એન્ટ્રી બૂથ અને એક્ઝટ બૂથ રાખવામાં આવ્યાં છે.

નવી વ્યવસ્થા મુજબ ટુવ્હીલર અને ફોર વ્હીલરને ૧પ મિનિટ ફ્રી સમય આપવામાં આવશે અને ત્યારબાદ પા‹કગ ચાર્જ વસૂલ કરાશે. વધુમાં પ્રથમ લેનમાં ૩૦ જેટલી કાર માટે પ્રીમિયમ પાર્કિંગ સુવિધા મળશે, જ્યાં પાર્ક થયેલી કાર માટે કલાકદીઠ રૂ.૧૦૦ ચાર્જ વસૂલ કરવામાં આવશે.

તમામ વાહનોને એન્ટ્રી પા‹કગ બૂથ પરથી પસાર થવાનું રહેશે. વાહનચાલકને વાહન નંબર અને સમય સહિતની માહિતી સાથેની કૂપન અપાશે. સ્ટેશન પર કામ પૂર્ણ થયા બાદ વ્યક્તિ બહાર નીકળે ત્યારે તેણે એક્ઝટ બૂથ પર પા‹કગ ચાર્જ ચૂકવવાનો રહેશે. સાત પ્લોટમાં પા‹કગ સુવિધા ઉપલબ્ધ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY