મુંબઈ,તા.૧૮
છત્તીસગઢના બિલાસપુરમાં નવરાત્રિ ઉત્સવમાં સામેલ થવા પહોંચેલી સબ ટીવી પર આવતી સિરિયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં ફેમ મુનમુન દત્તા (બબીતાજી)એ ME TOO કેમ્પેનનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે દરેક મહિલાએ ઉંમરના કોઇ ને કોઇ પડાવ પર જાતીય શોષણનો શિકાર બનવું પડતું હોય છે.
તેમણે કહ્યું કે જે મહિલાઓ ME TOO કેમ્પેન દ્વારા પોતાની ભાવનાઓ વ્યકત કરતી રહે છે, સમાજે તેનું સન્માન કરવું જાઇએ. મુનમુને ગયા વર્ષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને જણાવ્યું હતું કે મારી પાડોશમાં રહેતા એક અંકલ મોકો શોધીને મને પકડી લેતા એટલું જ નહીં, ધમકાવતા પણ હતા કે હું આ વાત કોઇને ન કહું.
મુનમુને લખ્યું છે કે આજે કંઇક એવું લખી રહી છું, જેને બાળપણમાં જીવતી વખતે મારી આંખમાં આંસુ આવી જતાં હતાં. આ એવી ઘટનાઓ હોય છે, જે તમને અંદરથી હલાવી દે છે. આ ઘટનાઓ બાદ ઘણી છોકરીઓ પુરુષોને નફરત કરવા લાગે છે.
ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી સાથે તેનું નામ જાડાતાં વિરોધ વ્યકત કરતાં કહ્યું કે મેં કિયારેય આદિત્ય પંચોલીની મુલાકાત પણ કરી નથી. આવા સંજાગોમાં તેની સાથે કોઇ પણ પ્રકારના સંબંધ હોવાનો સવાલ જ ઊભો થતો નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




