સુરતના કાપડના વેપારી સાથે ૨૮ વેપારીઅો દ્વારા કરોડોની છેતરપિંડી

0
79

કરોડોની બાકી ઉઘરાણી ફસાતા વેપારી પોલીસની શરણમાં
સુરત, તા. ૨૩
કરોડો રૂપિયાનો માલ ખરીદી સુરતના વેપારીઅોને ચૂનો ચોપડનાર ૨૮ વેપારી સામે સલાબતપુરા પોલીસ મથકમાં ફીરયાદ નોધાઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી રાકેશ સીતારામ શર્મા (લદાતાર એજન્સી, સાગર શોપિંગ સેન્ટર રિંગરોડ) પુરણસિંઘ (કનક સાડી, ડીસા) આનંદ વિરેન્દ્ર સિંઘ, (શ્રીરામ ગારમેન્ટ, મુંબઈ)એ સુરતના સહિત ૨૫ વેપારીઅોએ વેપારી સૂમિત સત્યનારાયણ પાલોડ પાસેથી રૂપિયા ૨૯,૦૦,૯૭૨ની કિંમતની સાડી, કુર્તી, ડ્રેસ મટીરિયલ્સની ખરીદી કરી હતી. તેમજ અન્ય વેપારીઅો પાસેથી રૂ. ૧,૧૫,૬૯,૦૧૪નો માલ ખરીધ્યો હતો. મુદ્દત વિતી ગયા બાદ આરોપી વેપારીઅોએ પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાનો બંધ કરી દઈ ફરિયાદી સુમિત પલોડને ઉઘરાણી કરશે તો ફરિયાદી તથા તેના પરિવારને જાનથીમરી નાખવાની ધમકી આપી હતી.બ નાવ અંગે સલાબતપુરા પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
સુરતના ટેક્સટાઈલ્સ ઉદ્યોગમાં પ્રતિદિન પાર્ટી ઉઠમણાની ઘટનાઅો વચ્ચે એક વેપારી સાથે ૨૮ જેટલા વેપારીઅોએ માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરતા ચીટર વેપારીનો ભોગ બનેલા વેપારીએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા કાપડ ઉદ્યોગમાં પાર્ટી ઉઠમણાની ચર્ચાઅોએ કરી જાર પકડ્યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY