રૂ. ૪.૧૩ લાખની ઠગાઈ અંગે સીકરના વેપારી વિરુદ્ધ ફરિયાદ
સુરત, તા. ૨૩
રિંગરોડ તીરૂપતિ માર્કેટના વેપારી પાસેથી રૂ. ૯.૬૧ લાખની કિંમતનો ડ્રેસ મટીરિયલ્સનો માલ ખરીદી બાકી રૂપિયા ૪.૧૩ લાખની ચૂકવણી કરવાને બદલે ધમકી આવનાર વેપારી સામે પોલીસ ફરિયાદ થઈ હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પર્વત પાટિયા અક્ષર ટાઉનશિપમાં રહેતા અંકિત સુશીલકુમાર અગ્રવાલે આરોપી નવીન પરીખ (સાંવર ટેક્ષ્ટાઈલ એજન્સી, સીકર) વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. ૯,૬૧,૬૮૪ની કિંમતનો ડ્રેસ મટીરિયલ્સનો માલ ખરીદï કર્યો હતો. જે પૈકી બાકી રૂપિયા ૪,૧૩,૧૨૪ની વેપારીએ ઉઘરાણી કરતા આરોપી નવીન પરીખે ફરિયાદ અંકિત અગ્રવાલને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





