મુંબઈ,તા.૨૧
કોમેડિ કિંગ કપિલ શર્મા ડિસેમ્બરમાં પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પરંતુ લગ્ન પહેલા તે એક સવાલનો જવાબ શોધી રહ્યો છે કે, તે પોતાની થનારી પત્નીને કેવી રીતે ખુશ રાખે? આ સવાલના જવાબ માટે કપિલ શર્મા પહોંચી ગયા કૌન બનેગા કરોડપતિમાં. અહીં તેણે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે સર તમે જણાવો, ‘હું લગ્ન કરવા જઈ રહ્યો છું પરંતુ પત્નીને ખુશ કેવી રીતે રાખુ?’
હાલમાં જ સોની ટીવીએ સોશિયલ મીડિયા પર કેબીસીમાં આવેલ કપિલ શર્મા સાથે શૂટ કરવામાં આવેલ એક એપિસોડનો પ્રોમો જારી કર્યો છે. તેમાં બિગ બીએ કપિલને પૂછ્યું કે, ‘સાંભળ્યું છે કે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો?’. તેના પર કપિલે કહ્યું કે, ‘તમારી થોડી સલાહ જાઈએ છે. પત્નીને ખુશ રાખવી હોય તો કોઈ ગુરુમંત્ર જણાવો.’
આ સવાલ સાંભલીને અમિતાભ પૂરા જાશમાં આવી જાય છે અને કહે છે, પત્ની કંઈપણ બોલે, બોલે તે પહેલા જ સોરી બોલી દો. તમારા તમામ દુઃખ દર્દ દૂર થઈ જશે. આ સાંભલીને કોમેડી કિંગ કપિલ બિગ બીને ચીડવવામાં તક નથી છોડતા. તે કહે છે, ‘જેમ કે મર્દ કો કભી દર્દ નહીં હોતા. શહંશાહ, રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ. પરંતુ જ્યારે બાપની આવી સ્થિતિ છે તો અમારા જેવા બાળકોનું તો એવું જ થશે.’ આ સાંભળીને ફરી એક વખત હાજર બધા લોકો હસવા લાગે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




