કાપોદ્રામાંથી પસાર થતા એક રાહદારીના બે મોબાઈલ ચોરાયા

0
13

નજર ચૂકવી ગઠીયા મોબાઈલ તફડાવી ગયા
સુરત, તા. ૧૪
કાપોદ્રા ગાયત્રી સોસાયટી બુટ ભવાની પાસેથી પસાર થતા એક ફેરીકેશન મજૂરના બે મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હોવાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની અને હાલમાં પુણાગામ સીતા નગર ચાર રસ્તા પાસે રહેતાં ભૂપનભાઈ નારણભાઈ મકવાણા ગત તા.૧૧મી નવેમ્બરના રોજ કાપોદ્રા ગાયત્રી સોસાયટી બુટ ભવાની ખાતેથી પસાર થતા હતા. ત્યારે અજાણ્યા ઈસમે તેના બે મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. રૂ.૭૫૦૦ની કિંમતના આ મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ ભૂપતભાઈ મકવાણાએ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે આસપાસની દુકાનો તથા અોફિસોના સીસીટીવી ફુટેજ એકત્ર કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY