મુંબઈ,તા.૧
રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું ૮૭ વર્ષની ઉંમરમાં નિધન થયું છે. સોમવાર સવારે ૪ વાગ્યાની નજીક તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને કેટલાક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તે કપૂર પરિવારની સૌથી સીનિયર વ્યક્તિ હતી. કૃષ્ણા રાજ કપૂરના ૫ બાળક છે. રાજ કપૂર સાથે તેમને ૧૯૪૬માં લગ્ન કર્યા હતા. તે રણધીર, રિષી, રાજીવ, રીમા, રિતુની માતા હતી. તે કરીના, રણબીર, રિદ્ધિમા કપૂરની દાદી હતી.
રણધિર કપૂરે પરિવાર તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું, ”મને એ જણાવતા દુઃખ થાય છે કે આજ સવારે મેં મારી માતાને ગુમાવી દીધી છે. તેમના અંતિમ સંસ્કાર ચેમ્બુરમાં કરવામાં આવશે.”
૮૭ વર્ષની ઉંમરમાં પણ તે એક્ટિવ હતી, તે ફેમિલી પાર્ટી અને મુવી પ્રીમિયરમાં કેટલીક વખત જાવા મળતા હતા. કેટલાક સમય પહેલા તે પુત્ર રિષી કપૂરના બર્થ ડે સેલિબ્રેશન સમયે પેરિસમાં જાવા મળ્યા હતા, તે સમયે આખો પરિવાર હાજર હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





