ખેડૂતોમાં ભારે આક્રોશઃ ૧૫૦૦ કિલો ટમેટાં પાકિસ્તાનમાં જતાં બંધ કરાયા

0
9

કપરાડા,તા.૨૭
પુલવામા હુમલા બાદ ભારતે જુદી જુદી રીતે પાકિસ્તાનનો વિરોધ કરવાનો શરૂ કર્યું છે. જેમાં વ્યાપારિક સંબંધ પણ સામેલ છે. ખેડૂત અને વેપારીઓએ પાકિસ્તાનમાં ટમેટાં મોકલવાનું બંધ કરી દીધુ છે. જેમાં વલસાડ જિલ્લાના અંતરયાળ કપરાડા તાલુકામાં રોજના સરેરાશ ૧૮ ટન ટમેટાનું ઉત્પાદન થાય છે. જેમાંથી અમદાવાદ અને મહારાષ્ટ્ર મારફતે ૧૫૦૦ કિલો ટમેટાં પાકિસ્તાન મોકલવામાં આવે છે. હાલ ૧૫૦૦ કિલો ટમેટાં પાકિસ્તાનમાં જતાં બંધ કરી દેવામાં આવ્યાં છે. કપરાડા વેપારી અને ખેડૂતોમાં પાકિસ્તાન સામે ભારે આક્રોશ છે.
વલસાડ જિલ્લાના અંતરયાળ કપરાડાના ગામોમાં રહેતાં ખેડૂતો શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. ખાસ કરીને લોકર, આંબા જંગલ ,પીપલખેડ, મારવડ, વાવવેડી સહિતના ગામોમાં ટમેટાંનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. કપરાડાથી લઇ નાસિક બોર્ડ ર સુધીના ગામોમાં ટમેટાંનું સારુ ઉત્પાદન થાય છે. સરેરાશ ૧૮ ટન ટમેટાંના ઉત્પાદનમાંથી ૬૦ ટકા માલ વલસાડ તથા આજુબાજુના વિસ્તારમાં વેચાણ કરવામાં આવે છે. જ્યારે ૩થી ૪ ટન માલ મહારાષ્ટ્ર અને અમદાવાદ મોકલી અન્ય દેશોમાં મોકલવામાં આવે છે.
સ્થાનિક વેપારીઓના જણાવ્યાં મુજબ કપરાડાના (દોઢ ટન) ૧૫૦૦ કિલો ટમેટાં પાકિસ્તાનમાં પણ મોકલવામાં આવે છે, પરંતુ હાલ અમદાવાદ અને મહારાષ્ટ્રથી પાકિસ્તાનમાં જતો માલ બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી કપરાડાના ૧૫૦૦ કિલો ટમેટાં પણ પાકિસ્તાન જતાં બંધ થઇ ગયાં છે. આમ આંતકવાદી ઘટનામાં ૪૦ જવાનો શહીદ થવાની ઘટના બાદ સ્થાનિક ખેડૂતો અને વેપારીઓમાં પણ ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે. મોટા વેપારીઓ જ પાક.માં માલ જવા દેતા નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY