કરાંચી,તા.૨૨
ઇન્ડિયન પ્રિમિયર લીગનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે પણ આ વખતે પાકિસ્તાનમાં આ ટુર્નામેન્ટનુ પ્રસારણ કરવા માટે ત્યાંની સરકારે મંજૂરી આપી નથી.
પાકિસ્તાનમાં પણ પાકિસ્તાન સુપર લીગ નામની ટુર્નામેન્ટ રમાય છે.આ ટુર્નામેન્ટનુ ભારતમાં પ્રસારણ થતુ હોય છે.જાકે પુલવામા હુમલા બાદ ભારતે ૧૪ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન તેનુ પ્રસારણ અટકાવી દીધુ હતુ.
જોકે દરેક વાતમાં ભારતની નકલ કરતા અવળચંડાઈ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણમંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું છે કે ભારતે પીએસએલનુ પ્રસારણ નહોતુ કર્યુ એટલે હવે પાકિસ્તાન પણ આઈપીએલનુ ટેલિકાસ્ટ નહી કરે.ભારતની કંપનીઓ અને સરકારે પાક ક્રિકેટ સાથે જે પ્રકારનો વ્યવહાર કર્યો છે તે પાકિસ્તાન સહન નહી કરે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



