અમિત શાહે કરી સ્પષ્ટતા : હિમંતા બિસ્વા સરમા લોકસભા ચૂંટણી નહિ લડે

0
28

ન્યુ દિલ્હી,તા.૨૨
બીજેપી તરફથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવ્યા બાદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક ટિવટ કર્યું હતું. આ ટિવટમાં તેમણે હિંમતા બિસ્વા સરમા કેમ લોકસભાની ચૂંટણી નહીં લડે તે વાતનો ખુલાસો કર્યો હતો. હિમંતા બિસ્વા સરમા નોર્થ-ઇસ્ટમાં બીજેપીને ઉગારનાર મુખ્ય ચહેરો છે. તેઓ આસામમાંથી લોકસભાની ચૂંટણી નહીં લડે. પાર્ટીના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારની જવાબદારી તેમની હોવાને કારણે તેઓ ચૂંટણીમાં ભાગ નહીં લે.
હિમંતા બિસ્વા સરમા ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરતા અમિત શાહે ટિવટર પર લખ્યું કે, “આસામ ચૂંટણી સમિતિ અને આસામના બીજેપીના કાર્યકરોએ @himantabiswaનું નામ લોકસભાની ચૂંટણી માટે સર્વસંમતિથી મોકલ્યું હતું. પરંતુ NEDA(નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ) ના ચેરમેનની જવાબદારી અને સમગ્ર પૂર્વોત્તરના વિકાસ માટે પાર્ટી અને ભારત સરકારના સમન્વય માટે પાર્ટીએ તેમને આગ્રહ કર્યો છે કે તેઓ હાલમાં આસામ અને પૂર્વોતરમાં પક્ષને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે.
અમિત શાહના આવા નિર્ણયનો હિમંતા બિસ્વા સરમાએ સ્વીકાર કરતા ટિવટર પર લખ્યું કે, “આદરણીય અમિત શાહ, તમે મારામાં જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તેના બદલ હું તમારો આભારી છું. હું તમારા નિર્ણયનો સહજતાથી સ્વિકાર કરું છું. આખો દેશ જ્યારે નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન પદે બેસાડવા માટે ઉત્સાહિત છે ત્યારે નોર્થ-ઇસ્ટ તમને નિરાશ નહીં કરે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY