વાસણ બાબતે ઝગડો થતા એક શકશે લાકડીના સપાટા મારી પૂલના થાંભલા સાથે માથું અથડાતા ગંભીર ઇજા બાદ સારવાર દરમ્યાન મોત
રાજપીપલા :
રાજપીપલા કરજણ રેલવે પુલની નીચે વાસણ બાબતે ઝગડો થતા એક શકશે લાકડીના સપાટા મારી પૂલના થાંભલા સાથે માથું અથડાતા એક વ્યક્તિ નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું જયારે બે ઘાયલ થયા હતા.
રાજપીપલા જીન કમ્પાઉન્ડ માં રહેતા શંકર છગન વસાવા તથા પોતાની પત્ની સાહેદ સુમીત્રા સાથે કરજણ રેલવે પૂલ નીચે રહેતા દિલીપ ઉર્ફે લાલીયો સુકા વસાવા પાસે વાસણો અને દાતરડું લેવા ગયા હતા. ત્યારે દિલીપ સુકા વસાવા અહીયા કેમ આવેલ છો તેમ કહી ઝગડો કર્યો અને બંને વચ્ચે બોલાચાલી થઇ ત્યારે મામલો વણસી જતા દિલીપ વસાવા એ શંકર વસાવા જેમની સાથેના શના વસાવા અને તેની પત્ની સુમીત્રા તમામને છુટ્ટા હાથે માર માર્યો સાથે લાકડીના સપાટ મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. એટલુંજ નહિ મારી નાખવાના ઇરાદાથી બ્રીજના પિલ્લર સાથે સના વસાવાનુ માથુ પકડીને પછાડી લાકડી થી માથાના ભાગે સપાટો મરી ગંભીર જીવલેણ ઇજાઓ કરી હતી તદુપરાંત જમીન ઉપર પડી જતા તેઓને માથાના પાછળના ભાગે પથ્થર વાગતા ઇજા પહોંચી હતી જેથી ગંભીર રીતે ઘાયલ શનાભાઇ વસાવા ને રાજપીપલા સિવિલ હોસ્પિટલ માં લઇ ગયા અને જ્યાથી વડોદરા સિવિલ માં લઈજવામાં આવ્યો જ્યા તેનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું રાજપીપલા પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.તાવિયાડે ખૂન નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મોં.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"