કરાંચી,તા.૨૭
પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ સીમા પાર છુપાઈ બેઠેલા આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કર્યા બાદ ઘભરાયેલા રોકાણકારોએ પાકિસ્તાનથી પૈસા પરત લેવાનું શરી કરી દીધું છે. બુધવારે પાકિસ્તાનના શેર બજારમાં હાહાકાર મચી ગયો છે. કરાચી સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક ઇન્ડેક્સ કેએસઈ-૧૦૦ થોડીક જ મિનિટોમાં ૧૦૦૦ પોઇન્ટથી વધુ તૂટી ગયો. આ ગાબડામાં કરોડો રૂપિયા ડૂબી ગયા છે. એક્સપટ્ર્સનું કહેવું છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક છે. એવામાં ભારતની સાથે તણાવ વધવાથી રોકાણકારોમાં ગભરામણ ફેલાઈ ગઈ છે. તેથી શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો છે.
કરાચીનું શેર બજાર એક સમયે ૧૫૦૦ પોઇન્ટ સુધી તૂટી ગયું હતું. છેલ્લા બે દિવસમાં બજાર ૨૦૦૦ પોઇન્ટ તૂટી ગયું છે. બીજી તરફ, ૧૪ ફેબ્રુઆરીથી અત્યાર સુધી ૬ ટકાનું નુકસાન થયું છે.
એસકોર્ટ સિકિયુંરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે જણાવ્યું કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. જૉ સ્થિતિ વધુ બગડે છે તો કરાચા શેર બજારમાં ભારે ઘટાડો થઈ શકે છે. જાકે, આવી સ્થિતિમાં ભારતીય શેર બજાર ઉપર પણ નેગેટિવ અસર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



