લખનૌ,તા.૧૨
અનુસૂચિત જાતિ-જનજાતિ (એસસી-એસટી) અત્યાચાર નિવારણ એક્ટના કેસમાં અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે એક અગત્યનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જે કેસમાં અપરાધ સાત વર્ષથી ઓછી સજાને યોગ્ય હોય તેમાં નોટિસ વગર ધરપકડ કરી શકાય નહીં.
એસસી-એસટી એક્ટ કે અન્ય કોઈ કાયદા હેઠળ કે જ્યાં સાત વર્ષ તે તેનાથી ઓછી સજાની જાગવાઈ હોય ત્યાં આરોપીઓની રૂટિન ધરપકડ સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સીઆરપીસીની જાગવાઈઓનું પાલન કર્યા વગર એક દલિત મહિલા અને તેની પુત્રી પર હુમલાના આરોપી ચાર લોકોની ધરપકડ કરી શકાય નહીં.
જસ્ટિસ અજય લાંબા અને જસ્ટિસ સંજય હરકૌલીની ખંડપીઠે ૧૯ ઓગસ્ટ, ર૦૧૮ના રોજ નોંધવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાની એક અરજીની સુનાવણી હાથ ધરીને આ ચુકાદો આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ આદેશ સંસદમાં એસસી-એસટી એક્ટમાં સંશોધન બાદ નોંધાયેલી એફઆઈઆર અંગેની સુનાવણી દરમિયાન આપવામાં આવ્યો છે.
અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે સુપ્રીમ કોર્ટના વર્ષ ર૦૧૪ના એક ચુકાદાને ટાંકીને જણાવ્યું હતું કે સાત વર્ષ કે તેનાથી ઓછી સજાની જાગવાઈ હોય તેવા કેસમાં આરોપીની ધરપકડ કરતાં પહેલાં નોટિસ આપીને તેમને પૂછપરછ માટે બોલાવવા જાઈએ. આરોપી જા નોટિસની શરતોનું પાલન કરે તો તેની કાર્યવાહી દરમિયાન ધરપકડ કરી શકાય નહીં.
કોર્ટે જણાવ્યું હતું કે આવા કેસમાં સીઆરપીસીની કલમ-૪૧ અને ૪૧-એનું પાલન કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સીધી ધરપકડ ત્યારે જ શક્ય છે જ્યારે તે ખૂબ જરૂરી હોય. આ એફઆઈઆર રદ કરવાની અરજી ગોંડા જિલ્લાના કાંડરે પોલીસ સ્ટેશનમાં રાજેશ મિશ્રા વિરુદ્ધ મારપીટ, એસસી-એસટી એક્ટના કેસમાં થયેલી ધરપકડને રદ કરવા માટે દાખલ કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



