કેરળ સરકાર ટ્રાન્સજેન્ડર સમુદાયને સેક્સ ચેન્જ કરાવનારને ૨ લાખ રૂપિયા આપશે

0
39

કોચ્ચિ,તા.૭
ભારતમાં ટ્રાન્સજેન્ડરો માટે કેરાલા સરકારે એક ખુશખબરી આપી છે. કેરાલા સરકાર હવે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સેક્સ ચેન્જ કરાવવાને લઇને નવી યોજના લઇને આવી છે. આ અંતર્ગત સરકાર સેક્સ ચેન્જ કરાવનારા દરેક ટ્રાન્સજેન્ડરને ૨ લાખ રૂપિયા હાસ્પીટલ ખર્ચની ચૂકવણી કરવાના આપશે, જે ટ્રાન્સજેન્ડરો પહેલાથી પોતાની સેક્સ ચેન્જ કરવી ચૂક્્યા છે, તે પણ આ રકમ માટે અરજી કરી શકશે.
કેરાલાના મુખ્યમંત્રી પિનરાઇ વિજયને પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ નિર્ણય લખીને તેની જાહેરાત કરી છે. તેમને લખ્યુ છે કે ‘જે ટ્રાન્સજેન્ડર ઇચ્છે છે કે તે સર્જરી કરાવીને મેલ કે ફીમેલ બને, હવે તેની આ ઇચ્છા માટે આર્થિક તંગી અડચણ નહીં બને. સરકારે ટ્રાન્સજેન્ડરો માટે શિક્ષણનો અધિકાર અને રોજગાર લાગુ કર્યો છે. હવે અમે તેમના સેક્સ ચેન્જ કરાવવામાં આવતા ખર્ચને પણ ઉઠાવીશું.’
નોંધનીય છે કે, કેરાલા, દેશનો પહેલું એવું રાજ્ય હતું જ્યાં ટ્રાન્સજેન્ડરો માટે ૨૦૧૫ માં પોલીસી બનાવવામાં આવી હતી. ઉચ્ચ શિક્ષણ વિભાગે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે દરેક સરકારી અને સરકારી ગ્રાન્ટ પ્રાપ્ત કાલેજામાં બે બેઠકો અનામત કરવાનો આદેશ આપ્યો હતો.
વળી, સાક્ષરતા મિશન ટ્રાન્સજેન્ડર સમુદાયને ટ્રેનિંગ આપીને તેમને સમાનતા પરીક્ષા પાસ કરવામાં મદદ કરી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY