ગ્રેટર નોઇડામાં કાવડિયોનાં બે જૂથો વચ્ચે ફાયરિંગ-મારપીટમાં ડઝનથી વધુ ઘાયલ

0
12

ગ્રેટર નોઈડા,તા.૭
ગ્રેટર નોઇડાના પચાયતન ગામમાં કાવડિયોના બે જૂથો વચ્ચે શિવરાત્રિના દિવસે ભંડારો કરવા અને તે માટે ફાળો એકત્ર કરવાના મુદ્દે લોહીયાળ અથડામણો થઇ હતી. બંને જૂથો વચ્ચે છૂટથી લાઠીમાર ચાલ્યો હતો અને એકબીજા સામે જારદાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ અથડામણમાં બંને પક્ષોના એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. અથડામણમાં ઘાયલ થયેલા લોકોને નજીકની ખાનગી અને નોઇડાની જિલ્લા હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા છે.
કાવડિયોના હાથમાં કાવડના સ્થાને રાઇફલ, લાઠી, તલવાર લઇને એક જૂથના લોકો બીજા જૂથને ધમકાવવા લાગ્યા હતા. ત્યાર બાદ બંને જૂથો વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી અને જાત જાતામાં બંને જૂથો મારપીટ અને ઝપાઝપી પર આવી ગયા હતા.
એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે એક જૂથ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે ગામમાં અફરાતફરી મચી ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પંચાયતન ગામમાં અગાઉ પણ કેટલાક લોકોએ મળીને એક ટોળી સ્વરૂપે કાવડ લેવા જતા હતા.
આ વખતે કાવડ લાવનારા બે પક્ષો બની ગયા હતા. એક પક્ષ બ્રહ્મસિંહના નેતૃત્વમાં હતો અને બીજા પક્ષ મહેન્દ્રસિંહનાં. કાવડ લાવવા માટે નીકળેલા એક પક્ષના લોકો ગામના મંદિરમાં પૂજા કરી રહ્યા હતા અને શિવરાત્રિના દિવસે આયોજિત ભંડારા માટે ફાળો એકત્ર કરી રહ્યા હતા. એવામાં બીજા જૂથના લોકો એકાએક આવીને મારપીટ કરવા લાગ્યા હતા.
૦૦૦૦
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY