કર્ણાટકમાં લોકાયુકત પર હુમલો, ઓફિસમાં ઘૂસી ચાકુથી રહેંસી નાંખ્યા

0
113

બેંગ્લુરુ,
તા.૭/૩/૨૦૧૮

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બુધવારના રોજ સનસનીખેજ ઘટનાક્રમમાં એક શખ્સે રાજ્યના લોકાયુક્ત પી.વિશ્વનાથ શેટ્ટી પર ઓફિસમાં ઘૂસીને ચાકુથી હુમલો કરી દીધો. હુમલાખોરે જસ્ટસ શેટ્ટી પર ચાકુથી કેટલીય વખત પ્રહારો કર્યા. તેમને તરત માલ્યા હોસ્પીટલમાં લઇ જવાયા, અત્યારે તેમની સ્થતિ ખતરામાંથી બહાર બતાવામાં આવી રહી છે. પોલીસે આરોપી શખ્શને ઘટનાસ્થળ પરથી જ પકડી લીધો છે. લોકાયુકત પર બુધવારે હુમલો એ સમયે થયો જ્યારે તેઓ પોતાની ઓફિસમાં એક કેસની સુનવણી કરી રહ્યા હતા. કહેવાય છે કે આરોપીએ ધારદાર હથિયારથી પી.વિશ્વનાથ પર કેટલીય વખત હુમલો કર્યો. આ ઘટનાથી હડકંપ મચી ગયો. લોહીથી લથપથ શેટ્ટીને તરત જ હોસ્પીટલમાં લઇ જવાયા. આ દરમ્યાન હરકતમાં આવેલી પોલીસે હુમલાખોર શખ્શને દબોચી લીધો. તેને આ વારદાતને કેમ અંજામ આપ્યો, હજુ એ ખબર પડી નથી.

પી.વિશ્વનાથ શેટ્ટીને માલ્યા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી છે. કર્ણાટકના ગૃહ મંત્રી રામલિંગ રેડ્ડીએ પત્રકારોને કહ્યું કે હવે તેઓ ખતરામાંથી બહાર છે અને આરોપીની ધરપકડ કરી લેવાઇ છે. સુરક્ષામાં થયેલી ચૂક સામે આવી રહી છે. સાથો સાથ એ વાતની તપાસ થઇ રહી છે કે આરોપી હથિયાર લઇ ઓફિસમાં ઘૂસવામાં સફળ કઇ રીતે થયો. રાજ્યના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હોસ્પિટલ પહોંચી લોકાયુકતના ખબરઅંતર પૂછયા.

મામાલમાં પ્રત્યક્ષદર્શી વકીલ જય અન્નાએ કહ્યું કે એક વ્યક્તિએ જજની હત્યા કરવાની કોશિષ કરી. તેમણે જજને ત્રણ વખત પોતાના ચાકુથી માર્યા. જજ ફર્શ પર પડી ગયા. તો તમે જાઇ શકો છો કે કેવા પ્રકારની સુરક્ષા સિદ્ધારમૈયા સરકારે અમને ઉપલબ્ધ કરાવી છે. સ્થતિ ખૂબ જ ખરાબ છે.

ઘટના બાદથી કર્ણાટક સરકાર ટીકાકારોથી ઘેરાય ગઇ છે. જેડી (એસ)ના રાષ્ટÙીય અધ્યક્ષ એચડી દેવગૌડાએ કહ્યું કે કાંગ્રેસ સરકાર લોકાયુકતની સંસ્થાને મારવાની કોશિષ કરી રહ્યું છે અને આ હુમલો માત્ર એક ઝાટકો છે. બીજીબીજુ ભાજપે રાજ્યમાં કાયદા-વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું કે લોકાયુકત પર હુમલો નિંદનીય છે. આના પરથી એ સાબિત થાય છે કે સિદ્ધારમૈયાના કર્ણાટકમાં ગુનેગારોને કાયદાનો કોઇ ડર નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY