ન્યુ દિલ્હી,તા.૨૯
ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં ગ્રાહકોએ ટોચની ચાર ચાઇનીઝ બ્રાન્ડ્સ પાછળ રૂ.પ૦,૦૦૦ કરોડ ખર્ચ કર્યા હતાં. અગાઉના નાણાકીય વર્ષમાં થયેલ ખર્ચ કરતા આ રકમ બમણી છે. ચાઇનીઝ બ્રાન્ડના પ્રભાવના કારણે આ ટ્રેન્ડ જારી રહેવાની શકયતા છે.
ચાર અગ્રણી બ્રાન્ડ્સ શાઓમી,ઓપ્પો,વિવો અને ઓનર તથા બીજી બ્રાન્ડ્સ લેનોવો, મોટોરોલા, વનપ્લસ અને ઇન્ફિનિકસ સાથે મળીને સ્માર્ટફોન માર્કેટમાં ૫૦ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ચાલુ વર્ષમાં પણ ચાઇનીઝ કંપનીઓના વેચાણમાં ઝડપી વધારો થયો હતો. બે એનાલિટ્સે કહ્યું કે ચાઇનીઝ બ્રાન્ડ્સ ભારતમાં ઉચ્ચ સ્પેસિફિકેશન ધરાવતા ફોન નીચા ભાવે રજૂ કરી રહ્યા છે. સાઉથ કોરિયા, જાપાન અને ભારતીય કંપનીઓ કરતા તેમના ભાવ ઓછા છે અને પોતાની જાતને વૈશ્વિક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી છે. કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના એસોસિયેટ ડિરેકટર તરૂણ પાઠકે જણાવ્યું કે, ટોચની ચાઇનીઝ બ્રાન્ડ્સ શેન્ઝેન હાર્ડવેર એન્ડ આર એન્ડ ડી હબનું સરળ એકસેસ ધરાવે છે તથા મજબૂત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમનો લાભ મળે છે. તેનાથી તેમને ઇનોવેટર બનાવવામાં મદદ મળી છે. મેક ઇન ઈન્ડિયા હેઠળ ચીનની બ્રાન્ડ્સ, શાઓમી, ઓપ્પો, વિવોએ મેન્યુફેકચરિષ્ગ યુનિટ સ્થાપ્યા છે તેથી ભારતને ફાયદો થશે અને રોજગારી વધશે. શાઓમીએ એપ્રિલમાં સ્માર્ટફોન કોમ્પોનન્ટ મેન્યુફચરિષ્ગમાં રૂ.૧૫,૦૦૦ કરોડના રોકાણની યોજના જાહેર કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





