શ્રીનગર,તા.૨૧
જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં આતંકીઓએ ચાર પોલીસ કર્મચારીઓનું અપહરણ કરી લીધું છે. આ ચાર પોલીસ કર્મચારીઓમાંથી ત્રણ, સ્પેશિયલ ઓફિસર છે. જેમાં પોલીસ કર્માચરીની ઓળખ થઇ છે. ફિરદોસ અહમદ, કુલદીપ સિંહ નિસાર અહમદ ધોબી અને ફૈયાઝ અહમદ ભટ્ટ તરીકે ઓળખ થઇ છે. આતંકવાદીઓએ ત્રણ પોલીસ કર્મચારીઓની હત્યા કરી હોવાની માહિતી મળી રહી છે. જ્યારે એક એસપીઓના ભાઈને છોડી મૂક્યો હતો.
પોલીસને આશંકા છે કે, અપહરણ પાછળ હિઝબુલ મુઝાહિદ્દીનનો હાથ છે. આ પહેલા હિઝબુલે ધમકી આપી હતી કે, જા સરકારી કર્માચરી અને સુરક્ષા દળો ચાર દિવસમાં રાજીનામું ન આપે તો તેમને આનું ગંભીર પરિણામ ભોગવવું પડશે.
આ અંગે બે મીનિટનો એક મીડિયો પણ વાયરલ થયો છે. જેમાં હિઝબુલનું બેન છે અને તેના દ્વારા ધમકી આપવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ વીડિયોમાં હિઝબુલના પ્રવક્તા ઉમર ઇબ્લ ખિતાબનો અવાજ છે. વીડિયોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, એક સ્થાનિક વિસ્તારમાં તેના પરિવારો પાસે જેમના પરિવારજનો સુરક્ષા દળોમાં છે.
ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ઘાટીમાં આ પહેલા અનેક પોલીસ કર્મચારીઓનું અપહરણ કરીને નિર્મમ રીતે હત્યા કરવામાં આવી છે. ત્યારબાદથી ઘાટીમાં ખુબ જ બબાલ છે. તાજેતમાં જ આતંકવાદીઓએ પોલીસ કર્મચારીઓના ૧૦ સભ્યોનું અપહરણ કર્યું હતું. જાકે ત્યારબાદ તેમને છોડી મુકાયા હતા. આતંકવાદીઓનું કહેવું છે કે, પોલીસ કર્મચારી તેમના પરિવારના કેટલાક સભ્યોને લેવા ગયા હતા. તેઓ ઇચ્છે છે કે તેમને છોડી દેવામાં આવે.
જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલાં આતંકવાદીઓ તરફથી આ ચૂંટણી રોકવાની ભરપૂર કોશિશ થઈ રહી છે. કાશ્મીર ઘાટીમાં ફરી એક વખત આતંકીઓએ સ્થાનિક પોલીસના ચાર કર્મચારી અને પોલીસના ભાઇનાં અપહરણ કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હિઝબુલના આતંકીએ ધમકી આપ્યા બાદ આ અપહરણ થતાં સઘન તપાસ હાથ ધરાઈ હતી.
તેમાં કહ્યું હતું કે જે લોકો પોલીસમાં નોકરી કરી રહ્યાં છે તેઓ ચાર દિવસની અંદર પોતાના રાજીનામાં આપી દઇએ નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. ૨ મિનિટના આ વીડિયોમાં પોલીસના પરિવારને પણ નિશાન બનાવાની ધમકી આપી હતી. એટલું જ નહીં રાજીનામાંની કોપી પણ ઇન્ટરનેટ પર અપલોડ કરવાનું કહ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



