કાશ્મીરમાં સુરક્ષાદળોએ ૫ આતંકીઓને ઠાર કર્યા, એક જવાન શહીદ

0
23

શ્રીનગર,તા.૨૪
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. સુરક્ષાદળોએ ઘૂસણખોરી કરી રહેલા ૫ આતંકીઓને ઠાર કર્યા છે. ઓપરેશનમાં એક જવાન પણ શહીદ થયો છે. ઉત્તર કાશ્મીરના કુપવાડાના તંગધર સેક્ટરમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. જાકે ઓપરેશન હજુ પણ ચાલું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે ટંગધાર સેક્ટરમાં કેટલાક આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી. અથડામણ શનિવારથી ચાલી રહી છે. રવિવારે સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. બન્નેની ઓળખ સ્થાનિક આતંકી તરીકે થઇ છે.
અગાઉ પાકિસ્તાને આતંકીઓને કવર ફાયરીંગ કરીને ઘૂસણખોરી કરવામાં મદદ કરી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આતંકીઓને ધેરી લીધા હતા. લગભગ ૪૮ કલાક બાદ બે આતંકીઓ ઠાર કરાયા હતા. આજે ફરીથી ૩ આતંકીઓને ઢેર કરાયા છે.
શનિવારે આતંકીઓની માર્યા ગયાના સમાચાર આવતા જ મોટી સંખ્યામાં સ્થાનીક લોકો ઘટનાસ્થળ પર એકત્ર થઇ ગયા હતા. તેમણે સુરક્ષાદળો પર પથ્થર મારો ચલાવી અથડામણને રોકવા પ્રયાસ કર્યો હતો. લોકો પર કાબૂ મેળવવા સુરક્ષાદળોએ ટીયર ગેસ અને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. તેમાં ૧૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જેને કારણ તણાવ ભર્યો માહોલ સર્જાયો હતો.
ઘટનાસ્થળ પરથી સુરક્ષાદળોને ભારે માત્રામાં હથિયાર મળી આવ્યા હતા. આ સિવાય અનેક પ્રકારના દસ્તાવેજ પણ પ્રાપ્ત થયા છે. જેની તપાસ થઇ રહી છે. પોલીસે આ બાબતે કેસ દાખલ કર્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY