વડોદરામાં બહેનના પ્રેમીનું અપહરણ કરી બે ભાઈઓએ હત્યા કરી નાંખી

0
9

વડોદરા,તા.૨૪
વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં ગણેશ વિસર્જનના દિવસે બહેનના પ્રેમીનું બે ભાઇઓએ બાઇક પર અપહરણ કરી જઇ નેશનલ હાઇવે પર હત્યા કરી નાંખી છે. જાકે, ખૂની ખેલ ખેલનાર ભાઇઓની બહેન હાલ લાપતા છે. દંતેશ્વર વિસ્તારના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના પરિવારજનોના આક્ષેપના આધારે બંને ભાઇઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં ૭૮, કિશનનગરમાં રહેતા અને પ્લમ્બરનું કામ કરતા દિલીપ ઝવેરસિંહ વણઝારા (ઉં.વ.૨૮) અને શ્રીનગર સોસાયટીમાં રહેતી પૂનમ મહેન્દ્રસિંહ વણઝારા વચ્ચે પ્રેમ સબંધ હતો. છેલ્લા કેટલાક દિવસથી પૂનમ ઘરેથી ભાગી ગઇ હતી. જેથી પૂનમના બે ભાઇઓ નરેશ મહેન્દ્રભાઇ ઠાકરે અને પ્રવિણ મહેન્દ્રભાઇ ઠાકરેને બહેન પૂનમને લગ્ન કરવાના ઇરાદે દિલીપ વણઝારા ભગાડી ગયો હોવાની શંકા ગઇ હતી. પ્રવિણ બરોડા ડેરીમાં નોકરી કરે છે. જ્યારે નરેશ ઓટો રિક્ષા ચલાવે છે.
શંકાના આધારે બંને ભાઇઓએ રવિવારે ગણેશ વિસર્જનના દિવસે સાંજના સમયે બહેનના પ્રેમી દિલીપ વણઝારાને બાઇક પર અપહરણ કરીને નેશનલ હાઇવે- ૮ ઉપર લોટસ હોટલ પાસે લઇ ગયા હતા. જ્યાં બંને ભાઇઓએ દિલીપ વણઝારાને જીવલેણ માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. અને લાશને રોડની બાજુના નાળામાં ફેંકી દીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY