ન્યુ દિલ્હી,તા.૨૬
ઈન્ડિયન એરફોર્સ એ એરિયલ સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની સર્જીકલ સ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાનના એફ૧૬ ફાઇટર વિમાનોએ જવાબ આપવાની કોશિષ કરી છે. દાવો કરાયો છે કે ભારતીય વાયુસેનાનું ફોર્મેશન જાઇ એફ૧૬ પાછળ હટી ગયું હતું.
કહેવાય છે કે ભારતે એર સ્ટ્રાઇક કર્યા બાદ પાકિસ્તાનના એફ૧૬ વિમાનોએ જવાબી કાર્યવાહી કરવાની કોશિષ કરી હતી, પરંતુ ભારતીય સેનાનું ફોર્મેશન જાઇ પાછળ હટવું પડયું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



