પૂણા વિસ્તારમાં અસામાજીક તત્વોનો આતંક,દુકાનદારોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો

0
8

સુરત,તા.૨૭
સુરતનાં પુણા વિસ્તારમાં આવેલી અંજની સોસાયટી વિસ્તારમાં રાત્રિનાં સમયે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલી આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેંમા લાકડાના ફટકા, ઘાતક હથિયારો સાથે બાઇક પર ભાગતા અસામાજિક તત્વો નજરે પડે છે. ગઈકાલે અસામાજિક તત્વો એ દુકાનોમાં તોડફોડ કરી બંધ દુકાનો કરાવી દીધી હતી.
સુરતમાં હવે ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે. ગતરોજ પણા વિસ્તારની અંજની સોસાયટીને અસામાજિક તત્વોએ બાનમાં લેતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. દુકાનોમાં તોડફોડ કરી બંધ કરાવતાં આજરોજ સ્થાનિક દુકાનદારોએ સ્વયંભુ બંધ પાળ્યો છે. અંજની સોસાયટીના દુકાનદારોએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. કાલીયા ગેંગના અસામાજિક તત્વોથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પેદા કરી રહ્યા છે. દારૂ પીને ધમાલ કરતા સ્થાનિક દુકાનદારોએ ઠપકો આપ્યો હતો.ઠપકો આપતા દુકાનો માતોડફોડ કરી ભય નો માહોલ ઉભો કરવામાં આવ્યો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY