નર્મદા જિલ્લાના તલાટી કમ મંત્રીઓ એ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી

0
31

પોતાની માંગણીને લઈને મામલતદાર ટીડીઓ ને આવેદન આપ્યા

જો અમારી માંગણી પુરી નહિ કરી તો રાજ્ય વ્યાપી ઉગ્ર આંદોંલન કરાશે તેવી ચીમકી

રાજપીપળા : ગુજરાત રાજ્યના તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા કર્મચારીઓ ને છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર તેમની વિવિધ માંગણી ના સ્વીકારતા રાજ્ય મંડળ દ્વારા આંદોલન છેડાયું છે જેમાં નર્મદા જિલ્લા ના તલાટીઓ પણ જોડાયા અને વિવિધ કાર્યક્રમો આપવાના છે જેમાં આજે નર્મદા જિલ્લાના સમગ્ર તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી વિરોધ નોંધાવ્યો હતો જેમાં તમામ તાલુકા પ્રમુખો સહીત તમામ તલાટીઓ જોડાયા હતા.

ત્યાારે ગુજરાત રાજ્ય મંડળની મીટીંગ મા લેવાયેલ મહત્વ ના નિર્ણય રાજ્ય વ્યાપી હળતાલ માંં તમામ તલાટી કર્મચારીઓ જોડાયા છે જેમાં આગામી 28 ઓગસ્ટ એ 18 વિવિધ પ્રશ્નો બાબતે રાજ્ય મંડળ સરકાર ને આવેદન પત્ર આપ્યા હતા, 6 સપ્ટેમ્બર એ દરેેક જિલ્લાા્લાા મથકે કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. અને આજે 10 સપ્ટેમ્બર ના રોજ તાલુકા મથકે દરેક તલાટી કમ મંત્રીઓ એ તાલુકા પંચાયત મા કાળી પટ્ટી બાઘી 1 કલાક નો કાર્યક્રમ આપ્યો હતો , આગામી 17સપ્ટેમ્બનાર એ પેન ડાઉન નો કાર્યક્રમ રાખવા માં આવશે અને 29 સપ્ટેમ્બર એ માસ સી એલ નો કાર્યક્રમ
કરવામાં આવશે, અને જો સરકાર દ્વારા પ્રશ્નોનો સમાધાનકારક નિર્ણય ન આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવી 2 ઓક્ટોબર ગાંઘીજયંતી ના દિવસે ધરણા નો કાર્યક્રમ આપવામા આવશે, આમ જો સરકાર હજારો તલાટીઓ ને નારાજ કરશે તો આગામી લોક સભામાં પરિણામ વિપરીત આવશે કેમ કે કર્મચારીઓ કઈ બોલે નહિ પણ બેલેટ પેપરો પર પોતાનો રોષ વ્યક્ત કરી શકે છે.

શું છે રાજ્યના તલાટીઓની માંગણીઓ :

1 ગ્રેડ પે સુધારવા માટે અગાઉ ના પરીપત્ર ની શરત નં 4.5.6 રદ કરવી

2 .2006 ના બદલે 2004 થી ભરતી થયેલ તકમ સળંગ નોકરી ગણવા હુકમ થવા બાબત

3. રેવન્યુ ના તમામ કામગીરી નો બહિષ્કાર

4. નવીભરતી થયેલ તમામ તલાટી ને જુની પેન્શન પધ્ધતિ દાખલ કરવા બાબત

5. વિસ્તરણ અધિકારીની જગ્યા તલાટીઓને મંત્રી ના પ્રમોશન થી જ ભરવી જેથી પ્રમોશન ની જગ્યા મા વઘારો થઇ શકે

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY