કાશ્મીરને લઇને આ વખતે સ્પર્ધા નથી

0
15

પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈના દિવસે સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. આ વખતે કેટલીક બાબતો ખાસ રીતે જાવા મળી રહી છે. જે બાબત ખાસ રીતે જાવા મળી રહી છે તે એ છે કે કાશ્મીરના મુદ્દે કોઇ સ્પર્ધા જાવા મળી રહી નથી. સ્વતંત્રતા બાદ પ્રથમ વખત આવુ બની રહ્યુ છે કે પાકિસ્તાનની ચૂંટણીમાં આ વખતે રાજકીય પક્ષો કાશ્મીર મુદ્દાને ઉઠાવી રહ્યા નથી. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની વાત કરવામાં આવે તો ૪૦ પાનાના ઘોષણાપત્રમાં માત્ર ચાર વખત કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ભારતની સાથે સારા સંબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન મુÂસ્લમ લીગ નવાઝ શરીફની પાર્ટીની વાત કરવામાં આવે તો ૨૦૧૩ના વિરુદ્ધમાં ઘોષણાપત્રમાં માત્ર બે લાઇન છે. યુએન સંકલ્પનો પણ આ વખતે કરવામાં આવ્યો નથી. પાકિસ્તાન તહરીકે એ ઇન્સાફના ઘોષણાપત્રમાં કાશ્મીરનો માત્ર બે વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા પર એક પ્રકરણ છે. યુએન રિજાલ્યુશનનો ઉલ્લેખ છે. સાથે સાથે ભારત સાથે સારા સંબંધની પણ વાત કરવામાં આવી છે. મુત્તાહિદા મજદલિએ એમલ ધાર્મિક દક્ષિણી પંથી વલણ ઓળખવામાં આવે છે. જા કે આ પાર્ટીએ પણ કાશ્મીર મામલાનો કોઇ ઉલ્લેખ ઘોષણાપત્રમાં કર્યો નથી. લશ્કરે તોયબા અલ્લાહ હુ અકબર તહેરીકના ધ્વજ હેઠળ ચૂંટણી લડી રહી છે. તેના ઘોષણાપત્રમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ ઉલ્લેખ છે. પાકિસ્તાનમાં યોજાનાર ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે તૈયારીમાં વ્યસ્ત બનેલા છે. પાકિસ્તાનના કરાંચીમાં રાજકીય પક્ષોમાં વધારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આનું કારણ એ છે કે છેલ્લા ૨૫ વર્ષમાં આ શહેરમાં અલતાફ હુસૈનનું પ્રભુત્વ હતું. હુસૈન માત્ર એક કોલથી શહેરની સ્થતિ બદલવાની તાકાત ધરાવતા હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં બે કરોડની વસ્તી ધરાવતા આ શહેરની સ્થતિ અનેક રીતે બદલાઈ ગઈ છે. એક સમયે દુનિયાના સૌથી ખતરનાક શહેરોમાંથી એક એવા મુત્તાહિદા કૌમી મુવમેન્ટના નેતા અલતાફ હુસૈનનું પ્રભુત્વ હતું. અલતાફ હુસૈન ૧૯૯૨થી લંડનમાં રહે છે પરંતુ હવે દેશની ત્રણ મુખ્ય રાજકીય પાર્ટીઓ આ શહેરમાં કોઈપણ ભય વગર પ્રચાર કરી રહી છે. કરાંચીના એક સંસદીય ક્ષેત્રમાંથી પીપીપીના ઉમેદવાર શહેલા રજાનું કહેવું છે કે કરાંચી આજે શાંતિપૂર્ણ છે. બજારો, બહુમાળી ઈમારતોમાં કોઈ દહેશત નથી. ૨૦૧૩ની સામાન્ય ચૂંટણીમાં મુત્તાહિદા કૌમી મુવમેન્ટને ૨૦માંથી ૧૬ સીટો મળી હતી. ટીકાકારોનું કહેવું છે કે આ તમામ સીટો હિંસા અને ધમકીના બળ ઉપર જીતવામાં આવી હતી. ચૂંટણીના થોડાક મહિના બાદ જ કરાંચીમાં સરકારની કઠોર લશ્કરી કાર્યવાહીથી શહેરમાં અપહરણ અને હત્યાઓના મામલાઓને ઓછી કરી દેવાની ભૂમિકા ભજવી છે. બીજી બાજુ  વર્ષ ૨૦૧૬માં મુત્તાહિદા કૌમી મુવમેન્ટના નેતૃત્વમાં આવેલી તિરાડના લીધે પણ અલતાફ હુસૈનની પકડ કરાંચી ઉપર નબળી પડી છે. લંડનના હુસૈનના પ્રતિનિધિઓએ આ સંદર્ભમાં પ્રશ્નોના કોઈ જવાબ આપ્યા નથી. આ પહેલા અનેક વખત હુસૈન પોતાના સમર્થકોને હિંસા માટે ઉશ્કેરીને સ્થતિનો લાભ લેવાનો આક્ષેપોને રદિયો આપી ચુક્યા છે. હુસૈનનો આક્ષેપ છે કે મુત્તાહિદા કૌમી મુવમેન્ટ નેતાઓને પકડી પાડવામાં આવ્યા છે. પાકિસ્તાન ઈન્સ્ટીટ્યુટ ફોર પીસ સ્ટડીના કહેવા મુજબ કરાંચીમાં જાન્યુઆરી ૨૦૧૩થી આ વર્ષે મે માં ચુંટણી સુધી હિંસાથી આશરે ૫૭ લોકોની હત્યા થઈ છે, ૩૦૦ લોક ઘાયલ થયા છે. પોલીસના કહેવા મુજબ આ વર્ષે હજુ સુધી બે હત્યાના મામલા સપાટી પર આવ્યા છે. આ ફેરફાર શહેરમાં સ્પષ્ટ રીતે જાઈ શકાય છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીની ૨૭૨ સીટો પૈકી ૨૧ સીટો કરાંચીમાં છે. સીટોની મોટી સંખ્યા વાળા કરાંચીમાં તમામ રાજકીય પક્ષોએ તાકાત લગાવી દીધી છે. પાકિસ્તાનની સંસદ ત્રિશંકુ રહેશે તો આવી સ્થતિમાં કરાંચી મારફતે નાની પાર્ટીઓ કિંગમેકરની ભૂમિકા અદા કરી શકે છે. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વે સાબિતી આપી રહ્યા છે કે આ વખતે ચૂંટણીમાં મુખ્ય ટક્કર ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાનની પાર્ટી અને પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી વચ્ચે છે. નવાઝ શરીફ હાલમાં જેલમાં છે પરંતુ તેમની પાર્ટી સતત બીજી વખત ચૂંટણી જીતી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ઈમરાન ખાન અને નવાઝ શરીફના ભાઈ શાહબાઝ કરાંચીની સીટો પરથી લડી રહ્યા છે. ઓપિનિયન પોલમાં હાલમાં ત્રીજા સ્થાને રહેલી બેનેઝીર ભુટ્ટોના પરિવારની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી દ્વારા પણ પુરી તાકાત લગાવી દેવાઈ છે…

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY