મુંબઈ,તા.૨૮
તમામ એયરલાઈન્સ ઓકટોબર મહિનાથી વિમાનયાત્રાના ભાડામાં વધારો કરી શકે છે. જેના કારણે હવાઈયાત્રા કરવી મોંઘી થઈ શકે છે.
સરકાર દ્વારા એવિએશન ટર્બાઈન ફ્યુઅલ પર કસ્ટમ ડ્યૂટી લગાવ્યા બાદ આ વધારા અંગેની સંભાવના વધુ ઝડપી બની છે. હવાઈયાત્રાના ભાડામાં આ વધારો આગામી મહિનાના તહેવારોની સીઝન સુધી લાગુ પડે તેમ છે. કારણકે આગામી મહિનાઓમાં દશેરા, દિવાળી, નવરાત્રિ, ભાઈબીજ જેવા મોટા તહેવારો શરૂ થઈ રહ્યા છે.
કેટલાક વિશેષજ્ઞોના મતાનુસાર માર્કેટમાં જાવા મળી રહેલી પ્રતિસ્પર્ધા, તેલની કિંમતોમાં વધારો અને અન્ય ખર્ચાઓ વિમાન કંપનીઓ પર નકારાત્મક અસર પાડી રહ્યા છે. હાલમાં જ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ પર લાગુ પાડવામાં આવેલ ૫ ટકા કસ્ટમ ડ્યૂટી બાદ ભાવ વધારાની શકયતા વધુ ઝડપી બની છે. તે સિવાય પણ ગત કેટલાક અઠવાડિયાઓથી એયરલાઈન્સ ઈન્ડસ્ટ્રી ઓકટોબરમાં હવાઈયાત્રામાં ભાડા વધારી શકે છે તેવા સંકેતો મળી રહ્યા હતા. ઓકટોબર મહિનો તહેવારોનો મહિનો છે જેમાં હવાઈયાત્રા કરનાર મુસાફરોની સંખ્યામાં ચોક્કસપણે વુધ્ધિ થતી જાવા મળે છે. અને વિશેષજ્ઞો અનુસાર આ ભાડા વધારાને કારણે જે નફો થશે તે વિમાન કંપનીઓ પર પડી રહેલ નકારાત્મક પ્રભાવને ઓછો કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



