વિલનની સિક્વલમાં અર્જુન કપૂર,સિદ્ધાર્થ મલ્હોત્રા પણ ચમકશે

0
51

મુંબઈ,તા.૨૮
મોખરાની ફિલ્મ સર્જક એકતા કપૂરની ૨૦૧૪માં રજૂ થયેલી હિટ ફિલ્મ એક વિલનની સિક્વલની તૈયારી થઇ રહી હોવાની માહિતી મળી હતી.
અગાઉ એવા અહેવાલો પ્રગટ થયા હતા કે એક વિલનની સિક્વલમાં સિદ્ધાર્થ મલ્હોત્રાના સ્થાને અર્જુન કપૂરને લેવામાં આવ્યો છે. પરંતુ એકતાના પ્રવક્તાએ આ અહેવાલને રદિયો આપતાં કહ્યુ કે સિદ્ધાર્થને પડતો મૂકવાની વાત જ નથી. સિદ્ધાર્થ તો સિક્વલમાં હશે, સાથોસાથ અમે અર્જુન કપૂરને લઇ રહ્યા છીએ.
આમ આ ફિલ્મ બે હીરોની ફિલ્મ હશે. ‘સિદ્ધાર્થ પોઝિટિવ રોલ કરશે અને અર્જુન નેગેટિવ રોલ કરશે. અમે બંને કલાકારોનો સંપર્ક સાધ્યો હતો અને તેમને અમારી યોજનાની વાત કરી હતી. બંનેને અમારી યોજના ગમી છે. પરંતુ હજુ બંનેમાંથી કોઇએ ઔપચારિક કરાર પર સહી સિક્કા કર્યા નથી. જા કે બંનેને આ સ્ક્રીપ્ટ ગમી છે એટલે મોટે ભાગે બંને આ ફિલ્મ કરશે’ એમ આ પ્રવક્તાએ કહ્યુ હતું.
મોહિત સૂરીએ નિર્દેશિત કરેલી મૂળ ફિલ્મમાં રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર પણ ચમક્્યાં હતાં. આ વખતે એ કલાકારો હશે કે કેમ એની જાહેરાત કરવામાં આવી નથી.
સિદ્ધાર્થ હાલ જબરિયા જાડી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ એ ભારતીય લશ્કરના કેપ્ટન વિક્રમ બાત્રાની બાયો-ફિલ્મ કરશે. એ પછી કદાચ એક વિલનની સિક્વલ શરૃ કરી શકશે એવી જાણકારી મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY