કાશ્મીરમાં અઢીસો કરોડનું ૧૪૦૦ કિગ્રા હેરોઈન જપ્ત કરાયું

0
24

શ્રીનગર,તા.૭
જમ્મુ-કાશ્મીર પોલીસ અને એક્સાઈઝ વિભાગની એક સંયુક્ત કાર્યવાહીમાં રાજ્યમાંથી પંજાબમાં ડ્રગ્સની સપ્લાઈ કરનારી એક મોટી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કાર્યવાહી દરમિયાન લગભગ ૧૪૦૦ કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જમ્મુ પોલીસના આઈજી એસ. ડી. સિંહ જામવાલે ઝડપાયેલા હેરોઈનની કિંમત લગભગ અઢીસો કરોડ રૂપિયાની આસપાસ હોવાનું પણ જણાવ્યું છે.
જમ્મુ પોલીસને મુખબીર પાસેથી સોમવારે ટિપ મળી હતી કે બે ડ્રગ તસ્કરો એક વાહનમાં ૧૪૦૦ કિલોગ્રામ હેરોઈનને લઈને કઠુઆના માર્ગે પંજાબ જઈ રહ્યા છે. પોલીસ અને એક્સાઈઝ વિભાગના અધિકારીઓએ લખનપુર ટોલ પ્લાઝા પાસે ફળોની એક ટ્રકને રોકીને તેની તલાશી લીધી હતી. તલાશીમાં અફઘાનિસ્તાનમાં નિર્મિત હેરોઈનના ૫૧ પેકેટ્‌સ જપ્ત કરાયા હતા. પોલીસે વાહનમાં રહેલા બે લોકોની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ પણ હાથ ધરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY