કાશ્મીરમાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ : ૧ જવાન શહિદ,ત્રણ ઘાયલ

0
10

શ્રીનગર,તા.૧૨
જમ્મુ કાશ્મીરના બટમાલૂના દિયારવાનીમાં રવિવારે સવારે આતંકીઓ સાથેની અથડામણમાં ર્જીંય્ના એક જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે બે અને પોલીસના એક જવાન ઘાયલ થયાં છે. આતંકીઓ એન્કાઉન્ટર સાઈટથી ફરાર થઈ ગયા છે, જ્યારે કે આતંકીઓને મદદ કરવાના ગુનામાં બેની ધરપકડ કરવામાં આવી છે.
આતંકવાદીઓ છુપાયેલાં હોવાની જાણકારી મળ્યાં બાદ સિક્્યોરિટી ફોર્સે બટમાલૂના દિયારવાનીમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું, જેના જવાબમાં સિક્્યોરિટી ફોર્સે ફાયરિંગ કર્યું. આ દરમિયાન સ્પેશિયલ ગ્રુપ ઓપરેશનના એક જવાન આતંકીઓની ગોળીનો નિશાન બની ગયા અને શહીદ થઈ ગયા.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. રાજ્યના ડ્ઢય્ઁ એસ.પી.વૈધે જણાવ્યું કે, આતંકીઓએ અંગે સુચના મળ્યાં બાદ શ્રીનગરના બટમાલૂમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. જ્યારે જવાન ઘટનાસ્થળે પહોંચ્યા તો આતંકીઓએ ફાયરિંગ કર્યું. બંને તરફથી થઈ રહેલાં ફાયરિંગમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એક જવાન શહીદ થઈ ગયા.
એસપી વૈધે ટ્‌વીટ કરી જણાવ્યું કે અથડામણ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસના એક જવાન ઘાયલ પણ થયાં છે. સાથે જ ૨  જવાન પણ ઈજાગ્રસ્ત થયાં છે.
શહીદ જવાન જવાબદારી સંભાલતા હતા. હાલ તો ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે અને સુરક્ષાદળોએ આતંકીના બે સાથીદારોની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ જે ઘરમાં આતંકીઓ છુપાયાં હતા ત્યાં લોહીના નિશાન મળ્યાં છે. જેનાથી આતંકીઓ ઘાયલ થયાં હોય તેવું અનુમાન છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY