ભરૂચ:
કસ્તુરબા સેવાશ્રમ મરોલી સંચાલિત ચાસવડ આશ્રમશાળાના બાળકોને ગાયના દૂધ સહિતના દ્રવ્ય મળી રહે તેવા શુભ આશયથી ગીર ગાયોની ગૌશાળા ઊભી કરાતા તેનો શુભારંભ સમારોહ યોજાયો હતો.
ચાસવડ આશ્રમ શાળા એ દેશની પહેલી આશ્રમશાળા વનવાસી વિસ્તારના ગરીબ અને અનાથ બાળકો માટે આ આશ્રમશાળા આશીર્વાદરૂપ છે. તાજેતરમાં જ આશ્રમના બાળકોને ગાયનું સ્વાસ્થ્યપ્રદ દૂધ, દહીં, છાશ સહિતના દ્રવ્ય મળી રહે તે માટે ગૌશાળા ઊભી કરાઇ છે. જેનો શુભારંભ અંકલેશ્વરની સજ્જન ઇન્ડિયા કંપનીના ઇસિતા અગ્રવાલના હસ્તે કરાયો હતો.
ગૌશાળાના ઉદઘાટન સમારોહમાં ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘના મહામંત્રી અને ગૌતજજ્ઞ ડો. છત્રસિંહ ખેર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખ મહેશભાઇ પટેલ, સંસ્કારદીપ વિદ્યાલયના પ્રમુખ એન.કે. નાવડિયા, એ.આઇ.એ.ના પૂર્વ પ્રમુખ ચંદ્રેશભાઇ દેવાણી, ચાવડ ડેરીના ચેરમેન સન્મુખભાઇ પટેલે ગૌશાળાની યોજનાને આવકારી તેની સરાહના કરી હતી. જ્યારે કસ્તુરબા સેવાશ્રમના મેનેજીંગ ટ્રસ્ટી ખુમાનસિંહ વાંસિયાએ સંસ્થાની ઝાંખી કરાવી ગૌશાળા સહિત આશ્રમશાળાના કાર્યમાં સહયોગ આપવા સૌને આહવાન કર્યું હતું. જેના પગલે એ.આઇ.એ.ના પ્રમુખ મહેશભાઇ પટેલે તેમના કાકાની પૂણ્યતિથિથી નિમિત્તે રૂપિયા પ૧૦૦ હજારનું ગૌશાળાને દાન આપવાની ઘોષણા કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"