ભોપાલ,તા.૧૪
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય દળોમાં સવર્ણ જાતિઓના લોકોમાં ગુસ્સો હોવું એ સારા સંકેત નથી. અનામત અને એસસી/સીટી એક્ટનટ્ઠ વિરોધ કરી રહેલા સમાન્ય વર્ગના લોકોએ કોઇપણ પાર્ટીને વોટ નહી આપવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ૨૮ નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે, ત્યાંજ લોકોએ પાતાનું વલણ સપષ્ટ કરતા નોટાને વોટ આપવાનો નિર્ણય લીધો છે.
ભોપાલમાં લોકોને પાતાના ઘરોની બહાર પોસ્ટર લગાવ્યા છે, જેમાં લખ્યું છે કે, હું સામાન્ય વર્ગનો છું. મહેરબાની કરીને કોઇ પણ રાજકીય દળ વોટ માંગીને શરમજ્નક સ્થિતિમાં મુક્વું નહી.
ભોપાલના સ્થાનિકોના મતે એસસી/એસટી અનામતને રદ કરી દેવી જાઇએ. આ અનામત જનરલ કેટેગરીને મોટા પ્રમાણમાં પ્રભાવિત કરી રહ્યું છે. જા આવું ચાલતું રહેશે તો અમે આગામી ચૂંટણીમાં નોટા શ્રેણીમાં મત આપીશું.
હાલમાંજ બિહારના પાટનગર પટનામાં એક યુવકે સીએમ નીતીશ કુમાર પર ચપ્પલ ફેક્યુ હતું. ચપ્પલ ફેંકરના યુવકનું નામ ચંદન છે અને તે સરકારના વલણથી નાખુશ હોવાનું તેણે જણાવ્યું હતું. તેને સવર્ણ સેનાનો સભ્ય માનવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળ પર હાજર લોકોના જણાવ્યા પ્રમાણે ચંદને અનામતના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. બિહારમાં એસસી-એસટી એક્ટના વિરોધમાં સવર્ણ સેનાના લોકો ભાજપના નેતાઓનો સતત વિરોધ કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



