કાવડ યાત્રાના નામ પર

0
35

શ્રાવણ શિવરાત્રીની સાથે જ ગુરૂવારના દિવસે કાવડ યાત્રાની પૂર્ણાહુતિ થઇ ગઇ હતી. કાવડ યાત્રા ભગવાન શિવ પ્રત્યે આસ્થા પ્રદર્શિત કરવા માટે નિકળેલા શ્રદ્ધાળુઓની સાથે સાથે તેમાં સામેલ રહેલા અસામાજિક તત્વોની ગતિવિધીના કારણે પણ આ વખતે યાદ રહી જશે. શ્રદ્ધાળુઓ ઉપરાંત કાવડ યાત્રામાં સામેલ રહેલા તોફાની તત્વોની ગતિવિધીના કારણે શ્રદ્ધાળુઓ પણ શરમજનક સ્થિતીમાં મુકાઇ ગયા છે. દર વખતે કાવડ યાત્રા દરમિયાન અનિચ્છનીય ઘટના તો બનતી રહે છે પરંતુ આ વખતે જે ઘટનાઓબની છે તેના કારણે ચિંતા વધારે જોવા મળી રહી છે. દિલ્હીમાં જે રીતે કાવડિયા લોકો વચ્ચે માર્ગ પર જ તોફાન કરવામાં આવ્યા તે જોતા હાલત કફોડી બનેલી છે. કાવડિયા દ્વારા જે રીતે તોફાન કરવામાં આવ્યો તેને કોઇ નાનકડી ઘટના તરીકે લઇ શકાય નહી. યુપીના બુલન્દશહેરમાં સાતમી ઓગષ્ટના દિવસે બનેલી ઘટના ઓછી હેરાન કરે તેમ નથી. જ્યાં તેમના ટાર્ગેટ પર એક પોલીસ જીપ આવી ગઇ હતી. આ બે ઘટનાના વિડિયો જોઇને આ બાબત નક્કી કરવી મુશ્કેલ બની જાય છે કે કાવડિયાના વેશમાં આ લોકો સામાન્ય શ્રદ્ધાળુઓ હતા કે પછી દબંગી કરનાર કોઇ જુથના લોકો હતા. આ લોકો જે રીતે જાહેરમાં દાદાગીરી કરી રહ્યા હતા તે બાબત તમામને હેરાન કરનાર તરીકે રહી છે. આવી ઘટના પર પોલીસના વલણને લઇને જુદી વાત થવી જોઇએ. હાલમાં જ ઉત્તરપ્રદેશ પોલીસના અક મોટા અધિકારીએ હેલિકોપ્ટર પરથી કાવડિયા પર ફુલનો વરસાદ કર્યો હતો. આમાં કોઇ શંકા નથી કે ભારતમાં દરેક ધર્મના લોકોને પોતાના ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવને પોતાની રીતે મનાવવા માટેના અધિકાર છે. જા કે કાયદો અને વ્યવસ્થા સાથે જાડાયેલી સુરક્ષા સંસ્થાઓની જવાબદારી અલગ અલગ આસ્થાઓનો હિસ્સો બનવાની રહી નથી. આ આસ્થા પારસ્પરિક રીતે ટકરાય નહીં તેની ખાતરી કરવાની કામગીરી પોલીસ અને સુરક્ષા સંસ્થાઓની રહેલી છે. અન્ય નાગરિકોના અધિકારોને કચડી નાંખવા માટેની પણ કોઇની જવાબદારી નથી. દિલ્હીમાં કાવડિયા પોલીસની હાજરીમાં કારને નુકસાન કરતા નજરે પડ્યા હતા. પરંતુ મામલો વણઓળખાયેલા કાવડિયાની સામે દાખલ કરવામાં આવ્યો અને મિડિયા રિપોર્ટમાં પોલીસને ટાંકીને કહેવામાં આવ્યુ હતુ કે કાર ચલાવી રહેલી મહિલાએ એક કાવડિયાને તમાચો મારી દીધો હતો. ઘટનાસ્થળ પર રહેલી મહિલાની મિક્ષ આ ઘટનાને ખોટી તરીકે ગણવી રહી છે. જો તે એક પક્ષની ફરિયાદ છે તો તેને તથ્યના બદલે ફરિયાદ તરીકે રજૂ કરવામાં આવે તે જરૂરી છે. ધાર્મિક વિશ્વાસ અને કાયદાકીય પાલનના દાયિત્વમાં જો ભેળસેળ કરવામાં આવશે તો આ બાબત તમામ માટે ખુબ નુકસાનકારક સાબિત થઇ શકે છે. કાવડિયાના નામ પર હિંસા પર ઉતરી જવાની બાબત પણ યોગ્ય દેખાઇ રહી નથી. અસામાજિક તત્વો દ્વારા જે પ્રકારની હરકત કરવામાં આવી હતી તેને કોઇ રીતે સ્વીકારી શકાય તેમ નથી. આ વખતે અનિચ્છનીય ઘટનાનુ પ્રમાણ વધી ગયુ છે. જો કે હવે તો કાવડ યાત્રા પૂર્ણ થઇ ચુકી છે. જેથી તેને વધારે હવા આપવી યોગ્ય નથી.

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY