કેરળ પુર : અસરગ્રસ્ત સામે અસ્તિત્વને લઇ ઘણા પડકાર

0
15

બર્મિગ્હામ,તા. ૩૧
કેરળમાં વિનાશકારી પુર બાદ જનજીવનને સામાન્ય બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે અનેક પ્રકારના પડકારો પણ ઉભા થઇ ગયા છે. મોટાપાયે સ્વચ્છતા અને સાફસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એકબાજુ સાફ સફાઈને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. બીજી બાજુ રોગચાળાનો ખતરો પણ વધી રહ્યો છે. સાર્વજનિક સ્થળો અને આવાસોના સાફસફાઈ ઉપર ધ્યાન અપાયું છે. જાહેર સ્થળો અને આવાસોને પુરના કારણે ભારે નુકસાન થયું હતું. લોકોને કેમ્પમાં રહેવાની ફરજ પડી રહી છે. ઘણા બધા વિસ્તારમાં હજુ પણ તેમના આવાસની અંદર અને આવાસની આસપાસ છ ફુટ પાણી ભરાયેલા છે. ઘણા બધા લોકોએ આધાર અને રેશનિંગ કાર્ડ ગુમાવી દીધા છે. ઘણા બાળકોએ તેમના સર્ટિ અને પુસ્તકો ગુમાવી દીધા છે. પુરના પાણીમાં ફ્રીઝ, ટીવી અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ચીજા સ્પષ્ટપણે નજરે પડે છે. પુરના પાણી ધીમે ધીમે ઉતરી રહ્યા છે ત્યારે રોગચાળાના ખતરાની સાથે સાથે સાપ અને અન્ય ઝેરી જીવજંતુનો ખતરો પણ વધી રહ્યો છે. ૩૦૦૦થી વધુ ટીમો સાફ સફાઈ ઓપરેશનમાં લાગી ગઈ છે. કેરળમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકો સામે અન્ય પડકારો પણ છે. બચાવ કાર્યકરો સામે પણ અનેક પડકારો છે જેમાં મોટી સંખ્યામાં ઝેરી સાંપ પણ સપાટી ઉપર આવ્યા છે. રાહત કેમ્પમાંથી પોતાના ઘરમાં પરત ફરી રહેલા લોકો સામે આ ખતરો તોળાઈ રહ્યો છે. કેરળમાં વિનાશકારી પુર બાદ હવે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ભારત સરકારે કેરળના ફેરનિર્માણ માટેની જવાબદારી સંભાળી લીધી છે. રાજ્ય સરકારને પુરતી મદદ કરવામાં આવી રહી છે. જા કે કેરળના ફેરનિર્માણને પોતાની રીતે જ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આના ભાગરૂપે કોઇ પણ પ્રકારની વિદેશી સહાય સ્વીકારવામાં આવનાર નહી. વિનમ્રતાપૂર્વક સહાયની ઓફર કરવા બદલ આભાર માનીને ઇન્કાર કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર હવે સ્થાનિક સંશાધનોની મદદથી આગળ વધવા માટે ઇચ્છુક છે. સ્થાનિક પ્રયાસો દ્વારા જ ફેરનિર્માણ કરવામાં આવનાર છે. બીજી બાજુ રેલવે દ્વારા તમામ ટ્રેકને વ્યવÂસ્થત કરી દેવામાં આવ્યા છે અને જનજીવન સામાન્ય બની ગયું છે. ટ્રેન સેવા ફરી શરૂ કરવાના પ્રયાસ થયા છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY