કેરળ હોનારતઃ રાજ્ય સરકારે કેન્દ્ર પાસે માગી તબીબી ટીમની વધુ સહાય

0
10

તિરુવનંતપુરમ્‌,તા.૨૪
પૂરની કુદરતી હોનારતનો સામનો કરી રહેલા કેરળની રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે વધારાની તબીબી ટીમ અને ફિલ્ડ હોસ્પિટલની માગ કરી છે. આપને જણાવી દઈએ કે, ભારતીય સેનાની ૧૨થી વધુ ટુકડી મેડિકલ સહાય માટે પહેલાથી જ કેરળમાં તહેનાત કરવામાં આવી છે. જેમાં ૩ હજારથી વધુ લોકો તબીબી સહાય મેળવી રહ્યા છે.કેરળમાં હવે વરસાદ રોકાયા બાદ સ્થિતિ ધીરેધીરે સામાન્ય થઈ રહી છે અને કાબૂમાં આવી રહી છે. પૂર અને જમીન ધસી પડવાને કારણે અત્યાર સુધીમાં ૩૭૦થી વધુ લોકોના મોત થઈ ચુક્્યા છે. લાખો લોકો બેઘર થયા છે અને રાહત શિવિરોમાં આશ્રય લેવા મજબૂર બન્યા છે. હજારો કરોડ રુપિયાના આર્થિક નુકસાન બાદ કેન્દ્ર સરકારે કેરળની પૂર હોનારતને ગંભીર પ્રાકૃતિક હોનારત તરીકે જાહેર કરી છે.
આ દરમિયાન પ્રદેશમાં ચેપી રોગ ફેલાવવાનો ભય વધી ગયો છે. સ્થાનિક લોકોને તબિબિ સહાય આપી શકાય તે માટે મહારાષ્ટ્રના ૧૦૦ ડોક્ટરોની ટીમ કેરળ પહોંચી છે. જાકે, સ્થિતિની ગંભીરતાને જાતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે હજી વધુ તબિબિ ટીમની માગ કરી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY