કરાંચી,તા.૨૫
સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી બીજી વનડે દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સરફરાજે એન્ડીલ ફેહલુકવાયોને લઇને રંગભેદની ટિપ્પણી કરી હતી, આ ઘટના સ્ટમ્પ્સમાં લાગેલા માઇકમાં કેચઅપ થઇ ગઇ હતી. હવે આ ઘટના પર આફ્રિકાના કેપ્ટન ફાક ડુ પ્લેસિસનું રિએક્શન આવ્યુ છે.
સાઉથ આફ્રિકન કેપ્ટન ફાક ડુ પ્લેસિસે કહ્યું છે કે, તેમની ટીમે પાકિસ્તાનના કેપ્ટન સરફરાજને નસ્લીય-રંગભેદની ટિપ્પણી કરવાના મુદ્દે માફ કરી દીધો છે, પણ અમે આને સરળતાથી નહીં લઇએ.
પ્લેસિસે ટીમના પ્રેકિટસ સેશન દરમિયાન કહ્યું કે, અમે સરફરાજને રંગભેદની ટિપ્પણી કરવાના મામલે માફ કરી દીધો છે, કેમકે તેને માફી માગી છે. તેને પોતાના ખરાબ વર્તનનો સ્વીકાર્યો છે, હવે આ મામલો અમારા હાથમાં નથી. આ મામલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ -આઇસીસી જાશે.
ઘટના એવી બની હતી કે, સાઉથ આફ્રિકા ઇનિંગની ૩૭મી ઓવરમાં ત્રીજા બાલ પર જ્યારે એન્ડીલ ફેહલુકવાયો સિંગલ લઇને દોડી રહ્યો હતો, તો સ્ટમ્પની પાછળ પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે તેના પર નસ્લીય ટિપ્પણી કરી, જે માઇકમાં કેચઅપ થઇ ગઇ.
વીડિયોમાં, સરફરાજ કહી રહ્યો છે કે ‘અરે કાળિયા, તારી મા આજે કિયા બેઠી છે?’ જા આઇસીસી સરફરાજને આ નસ્લીય ટિપ્પણી કરવાનો દોષી માની લે છે તો તેના પર ઓછામાં ઓછી ૪ ટેસ્ટ અને ૮ વનડે મેચોનો પ્રતિબંધ લાગી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




