૪૯૭મી કલમ હટતા ‘ફ્રોડ સૈયાં’ સહેલાઇથી રજૂ થઇ શકશે

0
27

મુંબઈ,તા.૧૬
વ્યભિચારને લગતી ભારતીય ફોજદારી ધારા (ઇન્ડિયન પીનલ કાડ)ની ૪૯૭મી કલમ સુપ્રીમ કોર્ટે રદ કરતાં ફિલ્મ સર્જક પ્રકાશ ઝાને હવે થોડી નિરાંત થઇ છે કે તેમની ફ્રોડ સૈયાં ફિલ્મ સહેલાઇથી રજૂ કરી શકાશે.
આ ફિલ્મ એક એવી સત્યઘટના પર આધારિત છે જેમાં એક પુરુષે એક બે નહીં, જુદાં જુદાં સાત શહેરોની સાત સાત સ્ત્રીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પ્રસિદ્ધ કોમેડિયન અર્શદ વારસી આ ફિલ્મની મુખ્ય ભૂમિકા કરી રહ્યો છે. આમ તો આ એક લાઇટ કોમેડી ફિલ્મ છે.
અર્શદ વારસી વારાફરતી પોતાની જુદી જુદી પત્નીએા સાથે રહે છે અને એણે લગ્નને એક ધીકતો ધંધો બનાવી દીધો છે એવી આ કથા છે.
નિર્માતા પ્રકાશ ઝાએ કહ્યું કે આ ફિલ્મમાં અમે અર્શદ વારસીને ઉત્તર પ્રદેશના જુદાં જુદાં શહેરમાં ફ્રોડ કરતો દેખાડયો છે. એને સાવ નાની ઉંમરમા ખ્યાલ આવી જાય છે કે ભોળી સ્ત્રીને પટાવવાનાં બહુ સહેલું હોય છે. એ જુદાં જુદાં શહેરમાં જુદી જુદી સ્ત્રી સાથે અફેર ચલાવે છે અને જ્યાં પેલી સ્ત્રી લગ્નનો આગ્રહ રાખે ત્યાં ફેરા પણ ફરે છે. કોઇ કામધંધો કર્યા વિના એ શી રીતે પોતાનો નિર્વાહ કરે છે એની આ અત્યંત હળવી કોમેડી કથા છે.
અગાઉ અમને ડર હતો કે ૪૯૭ કલમ આડી આવશે. કોઇ પરિણિત સ્ત્રી વારસીના ચક્કરમાં ફસાય અને એની સાથે રહેવા લાગે તો પેલીનો પતિ પોલીસ લઇને વારસીને આંગણે આવીને સમસ્યા ઊભી કરી શકે પરંતુ સુપ્રીમ કોર્ટે ૪૯૭મી કલમ રદ કરી એટલે અમારું કામ સરળ થઇ ગયું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY