ભાજપ હિન્દુ પાર્ટી હોય તો હિન્દુઓના સંતાનોને નોકરી આપી દે ; કેજરીવાલ

0
49

ઈન્દોર,તા.૧૬
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર મુસ્લિમ પાર્ટીનો ટોણો માર્યા બાદ અરવિંદ કેજરીવાલે તેમના પર હિન્દુ પાર્ટી હોવાનો કટાક્ષ કર્યો છે. કેજરીવાલે કહ્યુ કે, ભાજપ જા હિન્દુ પાર્ટી હોય તો હિન્દુઓના સંતાનોને નોકરી આપી દે. કેજરીવાલે ટ્વિટ કરતા કહ્યુ કે, ભાજપ હિન્દુ પાર્ટી છે કે હિન્દુઓના સંતાનોને સારું શિક્ષણ અપાવી દે. આવું કેમ થતું નથી? ભાજપ કોઇ માટે કંઇક તો કરે. આ પહેલા અરવિંદ કેજરીવાલે મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી પદ માટે આલોક આગ્રવાલનું નામ જાહેર કર્યું હતું. ઇન્દોરમાં ચૂંટણી રેલીને સંબોધતા કેજરીવાલે આ વાત કરી હતી. કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે જ્યારે ભાજપ હિન્દુઓનો પક્ષ છે.
ચાર વર્ષ બાદ જા તેમને હિન્દુ મુસ્લિમ કરવું પડે તો તેને ચાર વર્ષમાં કોઇ કામ જ કર્યું નથી. આજે અમેરિકા નેનો ટેકનોલોજીની વાત કરે છે. જાપાન, ફ્રાંસ, ઈગ્લેન્ડ હજુ પણ વિકસીત અને મોટી ટેકનોલોજીની વાત કરે છે. જ્યારે આપણા વડાપ્રધાન હિન્દુ મુસ્લિમની વાતો કર્યા કરે છે. સમગ્ર દુનિયા આજે ૫જીની વાત કરે છે પરંતુ, આજે દેશમાં થ્રીજી પણ કામ કરતું નથી. વડા પ્રધાન મોદને પ્રશ્ન કરું છું કે, શું તમે ભારતને નંબર વન દેશ બનાવવા માગો છે? શું તે હિન્દુ મુસ્લિમ કરવાથી બની જશે? જાકે, પીએમ મોદીના કોંગ્રેસ મુસ્લિમ પાર્ટીના નિવેદનથી ભારે વિવાદ થયો હતો.
અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન મોદી સામે કટાક્ષ કરતા કહ્યુ હતું કે, ભાજપ હિન્દુઓનો પક્ષ છે પણ હિન્દુઓના કલ્યાણમાં કોઇ કામ જ કર્યું નથી. લોકસભા ચૂંટણી વખતે મોદીએ દેશના ૨ કરોડ બેરોજગારો માટે રોજગારી આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ, આ વાયદો પૂરો થયો નથી. જોકે, ચૂંટણી પ્રચારના ભાગરૃપે આવું કરવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY