આ બધુ શું થઈ રહ્યું છે : કેજરીવાલ
ન્યુ દિલ્હી,તા.૧૬
પોલીસના જણાવ્યા પ્રમાણે ગુરુવારે રાત્રે ૨૦ જેટલા અજાણ્યા લોકોએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના આમ આદમી પાર્ટીના એક મ્યુનિસિપલ કાઉન્સિલરના ઘર પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની પાર્ટીના કાઉન્સિલર પર થયેલા હુમલાના વખોડી કાઢ્યો છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પાર્ટીના દક્ષિણ દિલ્હીના કાઉન્સિલર જીતેન્દ્ર કુમારના જીવ પર જાખમ ઉભું થયું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલામાં ઘરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. કાઉન્સિલરના ઘર બહાર પાર્ક કરેલી ઉટ્ઠર્ખ્તહઇ કારના કાચ અને દરવાજા પણ તોડી નાખવામાં આવ્યાં હતાં. હુમલા બાદ દિલ્હી પોલીસની એક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘરને સુરક્ષા પૂરી પાડી હતી.
આ અંગે વાતચીત કરતા સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર જીતેન્દ્ર કુમારે કહ્યું કે, “૨૦-૨૫ લોકોએ હુમલો કર્યો હતો. તેમણે ફાયરિંગ કરતાની સાથે સાથે ઘરમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો. અહીંથી પલાયન થયા પહેલા તેમણે મને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
દિલ્હી વિધાનસભાની ૭૦ બેઠકમાંથી ફક્ત ચાર બેઠક જીતવા છતાં નવી દિલ્હીના ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશન પર હાલ બીજેપીનો કબજા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





