શાકભાજીના ભાવ આસમાનેઃ મેથી, કોથમીરનો કિલોનો ભાવ રૂ.100

0
106
ભારે વરસાદ થતાં અન્ય રાજ્યોમાંથી શાકભાજીની આવક ઘટી
– 10 રૃપિયો કિલો વેચાતી ડુંગળી રૃા.20 વેચાઇ રહી છે, લીલા શાકભાજીના કિલોના રૃા.60-80, ગૃહિણીઓ પરેશાન

એક તરફ,ગુજરાતમાં હજુય ઘણાં જીલ્લા-તાલુકા એવા છેકે,જયાં હજુ મેઘરાજાનુ આગમન થયુ નથી.વરસાદ ખેંચાતા શાકભાજીનુ વાવેતર પણ ઓછુ થયુ છે. બીજી તરફ,જેઅન્ય રાજ્યોમાં ભારે વરસાદ થતાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેના લીધે લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે. સૌથી મોઘું આદુ થયુ છે જેનો કિલોનો ભાવ રૃા.૧૨૦ થયો છે. આ ઉપરાંત મેથી,કોથમીરના કિલોના ભાવ રૃા.૧૦૦ સુધી પહોંચ્યા છે. છુટક બજારમાં લીલા શાકભાજીના ભાવો બમણા થયાં છે જેમ કે,રૃા.૮-૧૦ કિલો વેચાતી ડુંગળી આજકાલ રૃા.૨૦ કિલો વેચાઇ રહી છે. આ જ પ્રમાણે,રૃા.૧૦-૧૨ કિલો વેચાતા બટાકાના ભાવે ય વધ્યાં છે.રૃા.૨૫ કિલો બટાકા વેચાઇ રહ્યાં છે. ૬૦-૭૦ કિલો વેચાતુ આદુના ભાવ પણ બમણાં થયા છે. છુટક બજારમાં આદુનો કિલોનો ભાવ રૃા.૧૨૦ બોલાઇ રહ્યો છે. એક અઠવાડિયા પહેલાં રૃા.૪૦ કિલો વેચાતા ભીંડાનો ભાવ રૃા.૬૦ સુધી પહોંચ્યો છે. ટામેટા ય રૃા.૬૦ કિલો બજારમા વેચાઇ રહ્યાં છે. કારેલાના ભાવ રૃા.૮૦,તાંદળજો રૃા.૬૦ના ભાવે લારીવાળા વેચી રહ્યાં છે. એપીએમસી માર્કેટ કરતાં છુટક બજારમાં શાકભાજીના ભાવ વધુ હોય છે.હોલસેલ વેપારીઓ એવી દલીલ કરી રહ્યાં છેકે, છુટક બજારના વેપારી,લારીવાળા પર કોઇનો અંકુશ નથી જેના લીધે તક મળતા જ શાકભાજીના ભાવો વધારી દેવાય છે. આજે લીલા શાકભાજીના કિલોના સરેરાશ ભાવ રૃા.૬૦થી માંડીને રૃા.૮૦ થયા છે. શાકભાજીના ભાવો વધતાં રસોડાનુ બજેટ ખોરવાતા ગૃહિણીઓ પરેશાન થઇ છે. વેપારીઓ કહે છેકે, જયા સુધી શાકભાજીની આવક વધશે નહીં ત્યાં સુધી ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા ઓછી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY