નેત્રંગના કેલ્વીકુવા ગામના પાટીયા પાસે હાઇવા-ડમ્પર ઝાડ સાથે અથડાતા ડ્રાઇવર-કંડકટર ઇજાગ્રસ્ત

0
302

નેત્રંગ:
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કેલ્વીકુવા ગામના પાટીયા પારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી,જેમાં મળતી માહિતી મુજબ હાઇવા-ડમ્પર નં-GJ-15-YY-6128 નો ચાલક રાત્રીના અંધકારના સમયે એટલે બે વાગ્યાને આસપાસ બારડોલી રેતી ભરવા માટે બોડેલી તરફ પસાર થઇ રહ્યો હતો, જે દરમિયાન કેલ્વીકુવા ગામના પાટીયા પાસે સામે છેડેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે આવતા વાહને બચાવવા જતાં અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવવાના કારણે હાઇવા-ડમ્પર ઝાડ સાથે અથડાયું હતું, જેથી હાઇવા-ડમ્પરના ચાલક અને કંડકટરને હાથ-પગ સહિત શરીરના પાસે ઇજાઓ પહોંચી હતી, જ્યારે બીજી બાજુએ નેત્રંગના કેલ્વીકુવા ગામના પાટીયા પાસે હાઇવા-ડમ્પર ઝાડ સાથે અથડાયાની ઘટનાની જાણ આજુબાજુ વિસ્તારના ગામના રહીશોને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળા ભેગા ઉમટી પડયા હતા, જેથી ભારે ટ્રફિક જામ થઇ જવા પામ્યો હતો, જ્યારે હાઇવા-ડમ્પર સહિત ઝાડના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા.

રિપોર્ટર : દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY