વોશિંગ્ટન,તા.૩૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાંગ ઉનના સંબંધોમાં હંમેશા ઉતાર-ચઢાવ જાવા મળ્યા છે. જાકે સિંગાપોરની બેઠક બાદ બન્ને વચ્ચેના સંબંધોમાં સુધાર આવ્યો છે. હવે ટ્રમ્પ જણાવ્યું છે કે, તેઓ અને કિમ જાંગ ઉન એક બીજાના પ્રેમમાં પડી ગયા છે.
ટ્રમ્પ હંમેશા જ તેમના વિવાદસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહે છે. જાકે હવે તો ટ્રમ્પે હદ વટાવી દીધી છે તેમણે જણાવ્યું છે કે તેઓ અને ઉત્તરકોરિયાના નેતા કિમ જાંગ ઉન એકબીજાના ‘પ્રેમ’માં પડી ગયા છે. ઉત્તરકોરિયાના નેતા તરફથી આવેલા સુંદર પત્રોના કારણે બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થઇ ગઇ છે.
રિપબ્લિકન પાર્ટીના એક સ્થાનીય ઉમેદવારના સમર્થનમાં પશ્ચિમ વર્જીનિયામાં આયોજીત એક રેલીમાં ટ્રમ્પે શનિવારે ઉત્તરકોરિયાના નેતાની મનમુકિને પ્રશંસા કરી હતી. ટ્રમ્પે રેલીમાં જણાવ્યું કે, ‘અમે પ્રેમમાં પડી ગયા છે –ઓકે! સાચે’ તેમણે મને અત્યંત ‘સુંદર પત્ર’ લખ્યા છે. અમે પ્રેમમાં પડી ગયા છે.
સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ટ્રમ્પે કિમ જાંગ ઉનના વખાણ કર્યા હતા.જાકે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય કેટલાક દેશો કિમ જાંગ ઉન પર માનવઅધિકારનો ભંગ કરવાના આરોપ લગાવે છે. નોંધનીય છે કે ટ્રમ્પે એક વર્ષ અગાઉ આ મંચ પર જ ઉત્તર કોરિયાને સંપૂર્ણ રીતે બર્બાદ કરી નાંખવાની ધમકી આપી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



