સબરીમાલામાં મહિલા દર્શનાર્થીઓ માટે બે દિવસ રાખવા જોઇએઃ કેરળ સરકાર

0
7

કેરળ સરકારે વડી અદાલતમાં જણાવ્યું
તિરુવનંતપુરમ્‌,તા.૨૪
કેરળ સરકારે વડી અદાલતને જણાવ્યું હતું કે સબરીમાલાના મંદિરમાં દરેક વયની મહિલાને દર્શનાર્થે આવવા દેવા બે દિવસ નક્કી કરી શકાય અને તેનાથી સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું પણ પાલન થશે. ચાર મહિલાએ આ મંદિરમાં દર્શન કરવા સલામતી માગતી કરેલી અરજીની સુનાવણી વખતે વડી અદાલતને આ સૂચન કરાયું હતું.
અગાઉ, સર્વોચ્ચ અદાલતે સબરીમાલા મંદિરમાં દરેક વયની મહિલાઓને પ્રવેશવા દેવા ૨૮મી સપ્ટેમ્બરે ચુકાદો આપ્યો તે પછી ઓછામાં ઓછી ૧૮ મહિલાએ આ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જૂની પરંપરા જાળવી રાખવાની માગણી કરતા દેખાવકારોએ તેઓની કોશિશ નિષ્ફળ બનાવી હતી. વડી અદાલતે જ્યારે રાજ્ય સરકારનો અભિપ્રાય પૂછ્યો ત્યારે તેના વકીલે જણાવ્યું હતું કે આ મંદિરનું સંચાલન કરતા ત્રાવણકોર દેવસ્વમ બાર્ડની સાથે સલાહમસલત કરીને મહિલાઓને મંદિરમાં દર્શનાર્થે આવવા દેવા ચોક્કસ તારીખો નક્કી કરી શકાય છે.
અરજદારોએ અદાલતને જણાવ્યું હતું કે અમે સર્વોચ્ચ અદાલતના સંબંધિત ૨૮મી સપ્ટેમ્બરના ચુકાદા બાદ દર્શન માટે જરૂરી ફરજિયાત ઉપવાસ રાખ્યા છે, પરંતુ અસલામતીને કારણે મંદિરમાં દર્શન કરવા જઇ નથી શકતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY