તિરુવનંતપુરમ્,તા.૯
પંજાબના જલંધરના એક ચર્ચાના બિશપ ફ્રેંકો મુલક્કલ પર એક નન દ્વારા રેપનો આરોપ મુકવામાં આવ્યો છે ત્યારે કેરલના એક અપક્ષ ધારાસભ્ય પી સી જાર્જે આરોપ મુકનાર નનને જ વેશ્યા ગણાવતુ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે.
જાર્જે કહ્યું હતુ કે એ વાતમાં કોઈ શંકા નથી કે નન એક વેશ્યા છે. તેણે ૧૨ વખત શારીરિક સુખ માણ્યુ અને તેરમી વખત તે રેપ થઈ ગયુ. જા બિશપ રેપ કરતા હતા તો નને પહેલી જ વખતમાં ફરિયાદ કેમ ના કરી.
આ કિસ્સો જુલાઈ મહિનામાં બન્યો હતો. નને બિશપ ફ્રેંકો સામે ફરિયાદ કરી હતી. ફરિયાદ પ્રમાણે બિશપ વારંવાર કામ માટે કેરાલા જતા હતા. આ દરમિયાનમાં તેણે નન પર રેપ કર્યો હતો.
મીડિયામાં આ મુદ્દો ઉછળ્યા બાદ પોલીસને તપાસની ફરજ પડી હતી. કેરલની પોલીસની એક ટીમે જલંધર જઈને આરોપી બિશપનુ નિવેદન લીધુ હતુ. જાકે પોલીસે ફરિયાદ કરનાર નનનુ ફરી નિવેદન લેવાની વાત કરી છે. તેમાં પણ વિલંબ થયો છે. જેની સામે નન કેરલની કોર્ટમાં ગઈ છે.
જાઈન્ટ ક્રિશ્ચિયન કાઉન્સિલ સહિત નનોના એક જુથ દ્વારા બિશપ સામે કાર્યવાહીની માગ સાથે દેખાવો પણ કરવામાં આવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




